જીવદયા:તિલકવાડા ફોરેસ્ટ વિભાગ દ્વારા એકલવ્ય સ્કૂલમાં વિવિધ સરિસૃપ સહિતના પ્રાણીઓ અંગે માર્ગદર્શન

તિલકવાડા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે બાળકોમાં પ્રાણીઓ અંગે માહિતી અપાઇ

હાલમાં સમગ્ર ગુજરાતમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના કાર્યક્રમ ને ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપ તિલકવાડા ફોરેસ્ટ વિભાગ દ્વારા તિલકવાળામાં પણ આ એકલવ્ય સ્કૂલ ખાતે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરતા ખુલ્લા વિદ્યાર્થીઓને વન્ય પ્રાણીઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

કેવડીયા ફોરેસ્ટ વિભાગના રેન્જ ઓફિસર R F O ગભાણીયા સાહેબની સૂચના અનુસાર તિલકવાડા ફોરેસ્ટ વિભાગ ઇન્ચાર્જ હરપાલસિંહ ગોહિલ તેમજ GSPCAના રાજ ભાવસાર, નિરવ તડવી અને તુષાર તડવી દ્વારા તિલકવાડા તાલુકામાં તારીખ 2થી 8 ઓકટોબર દરમિયાન વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત તિલકવાડા ફોરેસ્ટ વિભાગ દ્વારા નગરમાં આવેલી એકલવ્ય શાળા ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરીને શાળાના વિદ્યાર્થીઓને કોબ્રા ક્રેટ, રસેલ વાઈપર, સોસ્કેલ્ડ સહિત વિવિધ પ્રકારના વન્ય પ્રાણીઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું વન્ય પ્રાણીઓ કેવી રીતે જીવન જીવે છે અને આ પ્રાણીઓનો જન્મ કેવી રીતે થાય છે તેઓ શું ખાય છે અને કેવી રીતના જીવન નિર્વાહ કરે છે.

આ પ્રાણીઓનું આપણાં માટે કેટલું મહત્વ રહેલું છે અને જો આ પ્રાણીઓ ન હોઈ તો આપણો સૃષ્ટિને કેટલું નુકશાન થશે ઉપરાંત વિવિધ પ્રકારના સાપો તેમજ પટલાંગોને વિદ્યાર્થીઓને રૂબરૂ બતાવીને તેઓની પ્રજાતિ વિશે માર્ગદર્શન આપીને વન્યપ્રાણી સંરક્ષણ વિશે જાણકારી આપી સાથે વન્ય જીવો વિશે ડોક્યુમેન્ટરી (શોર્ટ મુવી) બતાવીને વિદ્યાર્થીઓને માહિતગાર કરીને વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...