તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:તિલકવાડાના કિસાન કેન્દ્ર ખાતે ખાતર અને બિયારણનું વિતરણ

તિલકવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોને 250 રૂપિયામાં સરકારની યોજના હેઠળ બિયારણ અપાયુંં

તિલકવાડા નગરના કિસાન સુવિધા કેન્દ્ર ખાતે તિલકવાડા તાલુકાના ખેડૂતોને વન બંધુ કલ્યાણ યોજના હેઠળ કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત માત્ર 250 રુપીયા નજીવા દરે વિવિધ પ્રકારના બિયારણનું વિતરણ કરીને ખેડૂતોને સમૃદ્ધ કરવાનો એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યું હતું. ભારત સરકારની કેન્દ્ર પુરસ્કૃત યોજના અંતર્ગત આદિવાસી વિકાસ વિભાગ મારફતે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ નર્મદા જિલ્લાનો સમવેશ કરવામાં આવ્યો છે.

તિલકવાડા તાલુકાના આદિજાતિ વિસ્તારમાં કૃષિ વૈવિધ્યકરણ યોજનામાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વન બંધુ કલ્યાણ યોજના અન્વયે આદિજાતિ વિસ્તારના ખેડૂતો લાભાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શાકભાજી બિયારણ જેવાકે દુધી, ભીંડા, ટામેટા, કારેલા અને રીંગણ સહિતના શાકભાજીના બિયારણ અને ખાતરનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેતીવાડી વિભાગના દિનેશ બારિયાના માર્ગદર્શન હેઠળ તિલકવાડા નગરના કિસાન સુવિધા કેન્દ્ર ખાતે તિલકવાડા તાલુકા પ્રમુખ અનિલ તડવી, ગ્રામ પંચાયત સરપંચ અરૂણ તડવી, બાંધકામ સમિતિ ચેરમેન મહેશ વણકર સહિત ઉપસ્થિતિ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...