સાઈકલિંગ:ફિટ ઇન્ડિયાના ઉદ્દેશ સાથે કરમસદથી SOU સુધી સાઈકલિંગ

તિલકવાડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરમસદથી નીકળેલા 32 સાયકલ સવાર યુવાનો તિલકવાડાથી પસાર થયા

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશાલ પ્રવાસન સ્થળ બનાવવામાં આવ્યું છે આ પ્રવાસન સ્થળ પર દુનિયાના ખૂણે ખૂણેથી પ્રવાસીઓ આવતા હોય છે તેમજ નેતા અભિનેતા સહિત અન્ય મહાનુભાવો પણ આ પ્રવાસન સ્થળની મુલાકાત લેતા હોય છે જેમાં આજ રોજ કરમસદ થી કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જવા નીકળેલા 32 સાઇકલિંગ યુવાનો તિલકવાડા ખાતે આવી પહોંચતા તેઓને ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું.

આણંદ નજીક આવેલા કરમસદ જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ ભૂમિ છે તે સ્થળે થી આજ રોજ વહેલી સવારના ચાર વાગ્યે 32 સાયકલ સવાર ફીટ ઇન્ડિયા સાઈકલિંગ ઇન્ડિયાના ઉદ્દેશ્ય સાથે સાયકલિંગ કરીને નીકળ્યા હતા કરમસદથી નીકળી તેઓ વાસદ ચોકડી થઈ કપુરાઈ ચોકડી ખાતે થોડોક રેસ્ટ કરી તિલકવાડા નગરમાં ભાજપા કાર્યલય ખાતે આવી પહોંચતા કાર્યકર્તાઓ એ તેઓને ફૂલ આપીને સ્વાગત કરીને તેઓને અભિનંદન પાઠવ્યા હતા તીલકવાળા ભાજપા કાર્યાલય ખાતે તેઓ માટે ચા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી તિલકવાડા ભાજપ કાર્યાલય ખાતે થોડોક સમય રેસ્ટ કર્યા બાદ તેઓ તિલકવાડા થી કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવા માટે રવાના થયા હતા સાઈકલિંગ કરતા હર્ષ પટેલ સાથે વાત કરતા તેમને જણાવ્યું કે અમારો મુખ્ય ઉદ્દેશય ફિટ ઇન્ડિયા સાઈકલિંગ ઇન્ડિયા નો છે.

​​​​​​​હાલના આધુનિક સમયમાં કેટલાક લોકો ઘણી બીમારીઓની ચપેટ માં આવી જતા હોય છે તેઓ ને જાગૃત કરવા અને સાઇકલ ચલાવી ફિટ અને સ્વસ્થ રહેવાના ઉદ્દેશ્ય સાથે અમે લોકોએ આ સાઈકલિંગ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે નીકળ્યા છે વધુમાં વાત કરતા તેમને જણાવ્યું કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિ રૂપ વિશાળ પ્રતિમા યુગો-યુગો સુધી આવનારી પેઢીઓમા રાષ્ટ્રભક્તિ નો ભાવ જાગૃત કરશે લોખંડી પુરૂષને દેશવાસીઓ તરફથી અર્પેલી સાચી શ્રદ્ધાંજલી અનંતકાળ સુધી ભાવિ પેઢીને પ્રેરણા આપતી રહેશે.

અન્ય સમાચારો પણ છે...