તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રદ્ધાંજલિ:તિલકવાડામાં નિવૃત્ત કર્મચારી મંડળની કારોબારી સભા મળી

તિલકવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોવિડમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ

તિલકવાડા તાલુકા નિવૃત કર્મચારી મંડળની કારોબારી સભા તાલુકા પ્રા.શિક્ષક સહકારિ. મંડળીના સભાખંડમાં મન્ડળના પ્રમુખ છગન વણકરના પ્રમુખ સ્થાને મળી હતી. સમુહ પ્રાર્થના બાદ દેવલોક પામેલા મંડળના સભ્યો તથા સરહદે શહીદ થયેલા જવાનો શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

ગુજરાત સ્ટેટ પેનશન ફેડરેશનની આગામી ઓગષ્ટ માસમાં યોજાનાર ટ્રસ્ટી મંડળની ચૂંટણીમાં મતદાન માટે તાલુકા કક્ષાએથી મંડળના મંત્રી સુખાભાઈને મતદાન કરવા માટે અધિકાર આપવામાં આવ્યો હતો. જિલ્લા પે.મંડળના પ્રમુખ અને હાલના ચાલુ ટ્રસ્ટીને મતદાન અને ઉમેદવારી કરવાની અને સર્વાનુમતે સત્તા આપી. તાલુકા કર્મચારી મંડળના હોદ્દેદારોમાં થોડો ફેરફાર કરી મંડળના ઉપપ્રમુખ બાલુભાઈ બારીયાને મંડળના અધ્યક્ષ તરીકે અને તેમની ખાલી પડેલી જગ્યા પર મંડળના હોદ્દેદાર પ્રભાતસિહ બારિયાની ઉપપ્રમુખ વરણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...