બેઠકનું આયોજન:તિલકવાડામાં ઝેરી દવા પીવાના બનાવો અટકાવવા બેઠક યોજાઇ

તિલકવાડા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • PSI એ.એન. ની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું

હાલમાં નર્મદા જિલ્લા સહિત તિલકવાડા તાલુકામાં પણ ઝેરી દવા પી લીધી હોવાના બનાવો અવાર નવાર બનતા હોય છે આવા બનાવો બનતા રોકવા માટે અને લોકોને જાગૃત કરવા માટે તિલકવાડા પોલીસ મથકે PSI.એ એન પરમાર ની અધ્યક્ષતા માં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે હાલ ના સમય માં અવાર નવાર લોકો ઝેરી દવા પી લેતા હોવના બનાવો સામે આવતા હોય છે તિલકવાડા તાલુકામાં પણ અવાર નવાર જેરી દવા પીધી હોવાના બનાવો બનતા હોય છે ખાસ કરીને તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં નજીવી બાબતે ઝઘડો થાય અથવા અન્ય કારણોસર ઝેરી દવા પી લીધી હોવાના બનાવો સામે આવતા હોય છે.

આવા બનાવો ને બનતા અટકાવવા માટે તિલકવાડા પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજ રોજ તિલકવાડા પોલીસ મથકે તિલકવાડા પી.એસ.આઈ.એ એન પરમાર ની અધ્યક્ષતા માં ગ્રામ્ય વિસ્તારોના આગેવાનો સાથે બેઠક નુ આયોજન કરવામાં આવ્યું હતું.

P.S.I એ એન પરમારે બેઠકમાં ઉપસ્થિત સૌને જણાવ્યું કે નજીવી બાબતે લોકો ઝેરી દવા પી જતા હોય છે અને કેટલાક લોકો પોતાની જાન પણ ગુમાવતા હોય છે ગામ ના આગેવાનો એ ગામ માં દરેક ને ઝેરી દવા ન પીવા માટે સમજણ આપવી જોઈએ અને લોકો ને ઝેરી દવા પીધા પછી થતા નુકશાન વિશે સમજણ આપી ને લોકો ને જાગૃત કરવા માટે તિલકવાડા પોલીસ ના PSI એ એન પરમારે બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવોને અપીલ કરી હતી ઝેરી દવા પીવાના બનાવોને અટકાવવા માટે તિલકવાડા PSI એ એમ પરમાર તથા પોલીસ સ્ટાફના માણસો દ્વારા સદર અભિયાન શરૂ કરીને લોકો જાગૃત થાય અને ઝેરી દવા પીવાના બનાવો અટકાવી શકાય અને લોકોની જિંદગી બચાવી શકાય તે દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...