તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:તિલકવાડાની ગુજરાતી સ્કૂલમાં વેક્સિન લેવા મોટી સંખ્યામાં નગરજનો ઉમટ્યા

તિલકવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એકજ દિવસમાં 176 લોકોએ વેક્સિન લીધીઃ 152 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો

તિલકવાડા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુબોધ કુમારના માર્ગદર્શન હેઠળ તિલકવાડા આરોગ્ય કેન્દ્ર દ્વારા 18 થી 44 વય જૂથમાં આવતા તમામ લોકોને કોરોના વિરોધી વેક્સિનેશન મળી રહે તે ઉદ્દેશ સાથે તીલકવાળા નગરની ગુજરાતી સ્કૂલ ખાતે વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી હતી. સ્થળ ઉપરજ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને 18થી 44ની વય જૂથમાં આવતા તમામ લોકોને કોરોના વિરોધી રસી આપવાની કામગીરી કરવામાં આવી હતી.

આ કામગીરી દરમિયાન નગરજનો ઉત્સાહભેર રસી લેવા ઉમટી પડ્યા હતા. તિલકવાડા આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા ઓન લાઈન રજિસ્ટ્રેશન કરીને 176 લાભાર્થીઓને કોરોના વિરોધી રસી આપવામાં આવી જેમાં 18 થી 44 વયજૂથમાં 152 લાભાર્થીઓને કોવીશિલ્ડનો પહેલો ડોજ જ્યારે 45થી વધુ વય ધરાવતા 24 લોકોને કોવીસિલ્ડ વેકશીન નો બીજો ડોજ આપવામાં આવ્યો આમ કુલ એકજ રસીકરણ કેન્દ્રમાં એકજ દિવસ માં 176 લોકોને વેક્સિન અપાઈ હતી. જેમાં તિલકવાડા આરોગ્ય કેન્દ્રના મનોજ રાઠવા, રંજન બારિયા, મીના રોહિત, કોમલ માછી, શીલાબેન તડવી, મનિષા બારિયા, હેમાંગી પટેલ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...