કરંટ:તિલકવાડા ના વનમાળા ગામે કરંટ લાગતા એક ખેડૂતનું મોત

તિલકવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ સ્ટેશનમાં ગ્રામજનોનું ટોળું પહોંચ્યું

તિલકવાડા તાલુકાના વનમાળા ગામે રહેતા શનાભાઈ નટવરભાઈ ને કરંટ લાગતા તેનું મોત નીપજ્યું. આ બાબત ની જાણ ગામજનો થતા આખું ગામ તિલકવાડા પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું. જોકે આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર ના હોય આજે સવારે પી.એમ કરવામાં આવશે.

સ્થાનિકો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ મૃતક નું કરંટ લાગતા મોત થયું હોય જેને વીજળીના તાર થી કરંટ લાગ્યો કે કોઈ ખેડૂતે ખેતરમાં લગાવેલ ઝટકા મશીન નો કરંટ લાગતા મોત થયું જે બાબત ને લઈને ગ્રામજનો એ તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ઉગ્ર રજુઆત કરી ને જેતે ખેડૂત સામે ફરિયાત નોંધવાની રજુઆત કરી હોવાની વાત હતી.હવે પોલીસ સ્ટેશને કેશ આવતા પોલીસે જરૂરી તાપસ હાથ ધરી હતી. અને સ્થાનિકો ઝટકા મશીન થી મોત થયું હોવાની રજુઆત ને પગલે મોડી રાત સુધી ફરિયાદ ની કામગીરી હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...