ગામજનોમાં ભયનો માહોલ:સાગબારા વનવિભાગ કચેરી પાસે દીપડાએ વાછરડાનો શિકાર કર્યો

ચીકદા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાગબારા વન વિભાગની સામાજિક વનીકરણની કચેરી પાછળ રહેતા ભરવાડ સમાજ વિજલ કોમા ભરવાડના ગમાણમાં બાંધેલા પશુઓમાંથી એક વાછરડાને ગત રાત્રીએ ખેંચી જઈ દીપડાંએ મારણ કર્યું હતું.

દીપડાં દ્વારા વાછરડાંને ખેંચી જતા જોઈ આસપાસના લોકો ટોળે વળી બુમાબુમ કરતા દીપડો વાછરડાને પડતું મૂકી ભાગી ગયો હતો. સાગબારા વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવા માટે પાંજરું મૂક્યું હતું. રહેઠાણ વિસ્તાર સુધી દીપડો દેખા દેતા સ્થાનિકોમાં ભય વ્યાપી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...