દુર્ઘટના:સાગબારાના મોટી દેવરૂપણ ગામની નદીમાં ડૂબી જતાં એક વ્યક્તિનું મોત

ચીકદા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે ફળિયા વચ્ચેના પુલ પરથી પસાર થતાં પગ લપસી જતા પાણીમાં ડૂબ્યો

સાગબારા તાલુકાના મોટી દેવરૂપણ ગામનો વસાવા સામસીગ કાથાભાઇ 6 ઓક્ટોબરે ગામનાં ટેકરા ફળિયાથી નિશાળ ફળિયા તરફ જતાં રસ્તા પરની નદીના પુલ ઉપરથી પસાર થતાં તેનો પગ લપસી જતા નદીમાં પડી જતાં ડુબી ગયો હતો.

સાગબારાના મામલતદાર આર.જે.ગજજર ના જણાવ્યા મુજબ આજે તારીખ 7 ઓક્ટોબર ના રોજ 12 વાગે તેની લાશ નદીના પાણીમાંથી ભારે શોધખોળ પછી મળી આવી હતી. વ્યક્તિનું ડુબી જવાથી મોત નિપજ્યું હતું.

સાગબારા સરકારી હોસ્પિટલ ખાતે તેની લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ભોર આંબલી ગૃપ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા સાગબારા ના તાલુકા વિકાસ અધિકારી હસમુખ રાઠવાને જાણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...