ચૂંટણીના પરિણામ:નાંદોદના ધાનપોર ગામે 15 વર્ષના શાસનને તોડી યુવા મહિલા વિજેતા

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દક્ષાબેન વસાવા 82 મતે વિજેતા, 7 વોર્ડમાંથી 5 સભ્યો પણ જીત્યા

નર્મદા જિલ્લામાં 184 ગ્રામપંચાયતોની ચૂંટણી ના પરિણામો જાહેર થઈ રહ્યા ત્યારે નાંદોદ તાલુકા ના ધાનપોર ગામે 15 વર્ષના શાસન ને પછાડી એક યુવા મહિલા સરપંચ વિજેતા બની સરપંચ પદે દક્ષાબેન અમલેશભાઈ વસાવા 82 મતે વિજેતા થઈ હતી.

દક્ષાબેન વસાવા 7 વોર્ડમાંથી 5 સભ્યો સાથે વિજેતા બન્યા હતા. જ્યારે 2 સભ્યો હાર્યા હતા. જોકે મહિલા સરપંચે નવા વિકાસના કામો કરવા ની તૈયારી બતાવી અને મતદારો નો આભાર વ્યક્ત કર્યો હતો. જેમની સાથે રોશન પટેલ સહિત સમર્થકો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...