તપાસ:ગોરા ન્યૂ હાઇલેવલ બ્રિજ પરથી યુવકની નદીમાં છલાંગ

રાજપીપલા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઈક બ્રિજ પર મૂકી કૂધ્યો, શોધખોળ શરૂ
  • સુરવાણી ગામનો યુવાન પાણીના વહેણમાં લાપતા

નર્મદા જિલ્લાના સુરવાણી ગામમાં રહેતા કૌશિક અમૃતભાઈ તડવી નામનો યુવાન રવિવાર ના રોજ બપોરના સમયે ગોરા ન્યુ હાઇલેવલ બ્રિજ પર પોતાની મોટર સાયકલ લઈને ગયો કોઈ અગમ્ય કારણ સર આ ફાની દુનિયાને અલવિદા કહેવાનું નક્કી કરી લગભગ 100 ફુટ થી વધુ ઉંચા બ્રીજ પરથી છલાંગ મારી નર્મદા નદીમાં ભૂચકો માર્યો જેને સ્થાનિકો એ જોઈ જતા પોલીસ ને જાણ કરી ગરુડેશ્વર પોલીસ તાત્કાલિક આવી સ્થાનિકોની મદદ લઇ શોધખોળ હાથ ધરી છે. નર્મદા નદીના પાણી માં પડતા યુવાન વહેણમાં તણાઈ ગયો છે અને હજુ સુધી મળ્યો નથી. કેમ આવું પગલું ભર્યું જે બાબતની પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...