તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઝાદી કા અમૃત મહોત્સવ:ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 ના ભાગરૂપે દોડમાં ભાગ લઇ શકાશે

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાધીનગર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “ફીટ ઇન્ડીયા ફ્રીડમ રન 2.0”ના ભાગરૂપે ભાઇઓ અને બહેનોની ૨ કિ.મી. દોડનું આયોજન કરવાનું થાય છે.

જે અન્વયે સિનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, રાજપીપલા, જિ.નર્મદાની કચેરી ધ્વારા તા.27 ઓગષ્ટ 21 ના રોજ ભાઇઓની 2 કિ.મી.દોડ અને તા.28 ઓગષ્ટ 21 ના રોજ બહેનોની 2 કિ.મી. દોડનું આયોજન સવારે 08 00 કલાકે સી.પી.ડીગ્રી કોલેજ, રાજપીપલા ખાતે રાખવામાં આવેલ છે.

કોવીડ-19 ની સરકાર વખતો વખતની ગાઇડલાઇનની સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. રસ ધરાવતા તમામ ખેલાડી ભાઇઓ/બહેનોને ભાગ લેવા સિનીયર કોચશ્રી વિષ્ણુકુમાર વસાવા ધ્વારા જણાવાયું છે. આ અંગે વધુ માહિતી માટે ભાર્ગવ રાઠોડ અને આશિષ ડોડીયા ઉપર સંપર્ક કરતા સમગ્ર માહિતી મળશે.

અન્ય સમાચારો પણ છે...