કેવડિયા:વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી 110 દિવસથી બંધ, નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ડ્રોનથી સ્ટેચ્યૂનો અદભૂત નજારો સર્જાયો

કેવડિયા2 વર્ષ પહેલા
ડ્રોનથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો અદભૂત નજારો
  • કોરોના વાઈરસની મહામારીને પગલે પ્રવાસીઓ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ રાખવામાં આવ્યું છે

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો અદભૂત નજારો સર્જાયો હતો. કોરોના વાઈરસની મહામારીને પગલે નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે છેલ્લા 110 દિવસથી બંધ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હાલ માત્ર કર્મચારીઓ જ જોવા મળે છે. નર્મદા ડેમમાં પાણી આવક થતાં તમામ પાવર હાઉસ ચાલુ કરતા નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેને પગલે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આજુબાજુમાં પાણી ભરાતા વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનો ડ્રોનથી અદભૂત નજારો જોવા મળ્યો હતો. 

નર્મદાના નીર વચ્ચે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો નજારો
નર્મદાના નીર વચ્ચે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો નજારો
કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી
કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી

(અહેવાલઃ પ્રવિણ પટવારી, રાજપીપળા)

અન્ય સમાચારો પણ છે...