તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉનાળાની શરૂઆતમાં રાજ્યની જીવાદોરીની સપાટીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાંથી પાણીની આવક થઇ રહી છે. જેના કરતા બમણી જાવક થતા એક દિવસમાં સપાટીમાં 15થી 20 સેમી ઘટાડો નોંધાઈ રહ્યો છે. જોકે સરદાર સરોવરમાં હાલમાં પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો સંગ્રહિત હોવાથી ચિંતાનો વિષય નથી.
નર્મદા બંધની જળ સપાટીમાં ઘટાડો નોંધાતા રિવરબેડ પાવર હાઉસ બંધ કરી દેવામાં આવ્યું છે. રિવરબેડ પાવર હાઉસ બંધ કરતા જેમાંથી ડિસ્ચાર્જ પાણી નર્મદા નદીમાં ઠલવાતું બંધ થઇ ગયું અને વિયરડેમ પણ ખાલી કરી દેવામાં આવ્યો. જોકે હાલ સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટી 125.25 મીટર પર છે. ઉપરવાસમાંથી માત્ર 6 હજાર ક્યુસેક પાણીની આવક સામે હાલ જે ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે પાણી 19 હજાર ક્યુસેક આપવામાં આવી રહ્યું છે.
એટલે આવક કરતા જાવક ત્રણ ઘણી વધી કહેવાય. હાલ સરદાર સરોવરમાં 2,227 મિલિયન ક્યુબિક મીટર પાણીનો વિપુલ જથ્થો સંગ્રહિત છે. ત્યારે ઉનાળો માથે છે અને ગુજરાતના ખેડૂતોને સુજલામ સુફલામ યોજના થકી પણ લોકોને લાભ આપવા સરકાર પ્રયત્ન કરશે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.