સ્થાનિક સ્વરાજ્ય:ચૂંટણી આવતાં હવે અભરાઈએ ચઢેલી યોજના ફરી મેદાને : 651 કરોડ ફાળવ્યાં

રાજપીપલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉમરડાપા-ડેડિયાપાડા તાલુકાના ગામોને મીઠું પાણી પુરૂં પાડવાની તાપી યોજના

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય માથે છે ત્યારે આદિવાસી વિસ્તારમાં પોતાની પકડ મજબૂત કરવા સરકાર સાત પગલાં થકી હાલ યોજનાઓ ની ભરમાર ચલાવી રહ્યા છે. ત્યારે વર્ષોથી જમીન સંપાદન ને લઈને વિવાદ માં આવેલી અને વર્ષોથી અભરાઈ પર ચઢેલી યોજના જેની પાઇપબે ત્રણ વર્ષ થી કાટ ખાય છે એ યોજના ને લઈને હવે સરકારે ડીડીયાપાડા ને પણ જોઈન્ટ કરી ઉમરપાડા-ડેડીયાપાડા તાલુકા માટે તાપી-કરજણ ઉદવહન સિંચાઇ યોજનાના માટે સરકારે 651 કરોડ રૂપિયા ફાળવ્યા છે હવે આ કામના ટેન્ડરને મંજૂરી પણ મળતા કામગીરી ધમધતી થશે અને આગામી બે વર્ષમાં યોજના સંપૂર્ણ થઇ જતા આદિવાસી ખેડૂતોને લાભ મળશે।

રાજ્ય મુખ્યમંત્રીએ અત્યાર સુધીમાં રાજ્યના સાત આદિજાતિ જિલ્લામાં 3,735 કરોડના ખર્ચે 10 લિફ્ટ ઈરીગેશન યોજનાઓ ના કામોને મંજૂરી આપી છે. જેમાં સાત જિલ્લાના 21 તાલુકાના 590 ગામોના 2.30 લાખથી વધુ એકર જમીનને લિફ્ટ ઈરીગેશન યોજનાનો લાભ આપવા માટે બનાવી છે.

53 માળની ઉંચાઈ જેટલું ઉદ્વહન કરાશે
નર્મદા સુરતના આંતરિયાળ વિસ્તારોને પાણી આપવા આ આદિજાતિ ગામોને સિંચાઇ માટે પાણી આપવા 53 માળની ઊંચાઈના મકાન જેટલી ઊંચાઈ સુધી પાણી લિફ્ટ-ઉદવહન કરવાનું ઈજનેરી કૌશલ્ય આ યોજનામાં સાકાર થશે, સમગ્ર યોજના 36 મહિનામાં પૂર્ણ કરવાનું આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.આ યોજનાથી 100 જેટલા હયાત ચેકડેમ ભરવાનું તેમજ 2 કરોડ 76 લાખના ખર્ચે 3 નવા મોટા ચેકડેમ બનાવી તે પણ પાણીથી ભરીને સિંચાઇ સગવડ આપવાનું આયોજન છે.

અન્ય સમાચારો પણ છે...