રજુઆત:SOU વિસ્તારમાં તાર-ફેન્સિંગ, સર્વે મુદ્દે BJP સભ્યનો સત્તા મંડળને પત્ર

રાજપીપળા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
દિનેશ તડવી, નર્મદા જિલ્લા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ. - Divya Bhaskar
દિનેશ તડવી, નર્મદા જિલ્લા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ.
  • અધિકારીઓ દ્વારા ખેડૂતોને નોટિસ આપ્યા વગર તાર-ફેન્સિંગ અને સરવે કરવું કેટલું યોગ્ય?

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાજેતર માં તાર ફેનસિંગ મામલે સ્થાનિક અદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા હતા. જેમાં નર્મદા નિગમ દ્વારા જમીનોમાં સર્વે કામગીરી ચાલી રહી હતી દરમિયાન કેવડિયા ગામની મહિલાઓ અને નર્મદા નિગમના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં કેટલાક સ્થાનિક લોકો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.ત્યારે આ તમામ વિવિદો મામલે હવે ભાજપ શાસિત નર્મદા જિલ્લા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ દિનેશ તડવી સ્થાનિકોની વ્હારે આવી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સત્તા મંડળને લેખિત રજુઆત કરી અનેક સવાલો ઉઠાવતા મામલો ગરમાયો છે.

નર્મદા જિલ્લા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ દિનેશ તડવીને કેવડિયા ગ્રામજનોએ નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા અગાઉ થયેલી તાર-ફેનસિંગ અને હાલમાં થયેલી સર્વે કામગીરી મુદ્દે ફરિયાદ કરી હતી. દિનેશ તડવીએ પણ કેવડિયા સત્તા મંડળ પાસે એ ફરિયાદના જવાબ માંગ્યા છે. તાર-ફેનસિંગ કરેલ જમીનના ખાતેદારોએ કયું પેકેજ સ્વીકાર્યું છે, હેલિપેડ પાર્કીંગ મોલ બનાવવા માટે તાર-ફેનસિંગ કરેલા જમીનોના મૂળ માલીકને કબજો લેતા પેહલા નોટિસ બજાવી છે કે કેમ એના પુરાવા મારી કચેરીએ રજૂ કરો.

જમીન સંપાદન થયા પછી જે તે સમયે આ જમીન ઉપર કબજો લીધો હોય તો ખેડૂતોની કબજો સોંપ્યાની નકલ રજૂ કરી તથા ભૂતકાળમાં આ ગામોને ખસેડવામાં આવ્યા હોય તો ક્યાં વર્ષ સમય ગાળામાં તથા ક્યાં સ્થળે ખસેડાયા છે એની વિગતોના પુરાવાઓ સાથે મારા નિવાસસ્થાને અથવા નર્મદા જિલ્લા પંચાયત ન્યાય સમિતિ કચેરીએ રજૂ કરો. આવા પ્રશ્નો થી સત્તામંડળ મુશ્કેલીમાં મુકાયું છે.હોવી ભાજપના આગેવાનો નેતાઓ વચ્ચે પાડીને કોઈ રસ્તો કાઢે એ જરૂરી બન્યું છે.

ખેડૂતોને નોટિસ આપ્યા વગર તાર-ફેનસિંગ,સર્વે કરાયો
કેવડિયા સહિત 6 ગામની જમીન નર્મદા યોજના માટે સંપાદન કરવામાં આવી હતી એ 6 ગામોને અસરગ્રસ્ત જાહેર કરાયા નથી.નર્મદા ડેમનું સ્થળ નવાગામથી ખસેડી વડગામ નક્કી થયા બાદ એ અમુક વિવાદિત જમીન પર જે તે ખાતેદાર અને વારસદારોનો કબજો હતો. અત્યાર સુધી પોલીસ સ્ટાફ તથા કેવડીયા સત્તા મંડળના અધિકારીઓ દ્વારા ખેડૂતોને નોટિસ આપ્યા વગર તાર-ફેનસિંગ અને સર્વે કરવું એ કેટલુ યોગ્ય છે. - દિનેશ તડવી, નર્મદા જિલ્લા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ.

અન્ય સમાચારો પણ છે...