સ્વાગત:રજવાડી નગરી રાજપીપળામાં આપનું સ્વાગત છે, બોર્ડનું દિવાળી પર્વ નિમિત્તે પાલિકા દ્વારા લોકાર્પણ

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનારા પ્રવાસીઓને આવકાર, રાજપીપળા નગરપાલિકાએ શહેરને રજવાડી લૂક આપ્યો

રજવાડી નગરી રાજપીપલા માં ગોહિલવંશનું શાસન હતું. અને આ બાબતે રજવાડી લૂક શહેરનો રહે એ માટે પૂર્વ પાલિકા પ્રમુખ સ્વ.અલકેશસિંહજી ગોહિલ દ્વારા રાજપીપલા શહેરને રજવાડી લૂક આપવા રાજપીપળાના બંને પ્રવેશ દ્વાર પર ભવ્ય રજવાડી ગેટ બનાવ્યો હતો. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સુરત, ભરૂચ અને દક્ષિણ ગુજરાતથી આવનાર પ્રવાસીઓ રાજપીપલા થઈ ને આવે તેમનું સ્વાગત છે. એવું આકર્ષક બોર્ડથી મુકવાથી સુંદર દેખાવ થાય છે.

રાજપીપલા નગરપાલિકાના યુવા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ,ચીફ ઓફિસર સાહેબ તેમજ તેમની ટીમ દ્વારા રાજપીપલાની જનતાને પ્રવેશદ્વાર પાસે રાષ્ટ્રધ્વજ પછી ફરી એક ભેટ અવધૂત નિવાસ મંદિર પાસે આવેલા પ્રવેશદ્વાર પર “રજવાડી નગરી રાજપીપળામાં આપનું હાર્દિક સ્વાગત છે.” અને વડીયા જકાતનાકા પાસે આવેલા રાજપીપલા ના પ્રવેશદ્વાર પર “નંદ નગરી નાંદોદમાં આપનું હાર્દિક સ્વાગત છે” લખાણ લખી દરેક વ્યક્તિ ને રાજપીપલા માં આવકાર્યા હતાં

અન્ય સમાચારો પણ છે...