ભાસ્કર વિશેષ:રાજપીપળામાં બની રહેલાં નર્મદા ઘાટ પર એક કરોડ જેટલી LED લાઈટો લગાવી વોટર લેસર શો યોજાશે

રાજપીપલા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નદીમાં વોટર લાઈટમાં શિવ તાંડવ અને શૂલપાણેશ્વર મહાદેવની શોર્ટ ફિલ્મ બતાવાશે

સરદાર સરોવર થી ગરુડેશ્વર વિયર ડેમ સુધી 12 કિમિનું વિશાળ તળાવ બનાવ્યા બાદ હાલ ક્રુઝ બોટ પ્રવાસીઓ માટે સેવા શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે હરિદ્વાર માં હરકીપૌડી ની જેમ ગંગા ઘાટ છે. તેવો નર્મદા ઘાટ બનવવામાં આવ્યો છે. જ્યાં ભક્તો બેસી નર્મદા સ્નાન કરી શકે અને રોજ સાંજે નર્મદા આરતી પણ કરવામાં આવે આમ રોજ સાંજે નર્મદા આરતી નો લ્હાવો ભક્તો ને મળશે. જે માટે સુંદર નર્મદા ઘાટ હાલ તૈયાર છે. ત્યારે હાલ મહાઆરતીની પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે.

આ ઘાટ પર પ્રથમ નર્મદા આરતી પી.એમ નરેન્દ્ર મોદી દેશના 5000 જેટલા સાધુસંતોને નર્મદા ઘાટ પર લાવી મહાઆરતી કરશે પછી ખુલ્લું મુકાશે જેના માટેની હાલ સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે. અને આરતીનું રિહલસલ પણ કારમાં આવી રહ્યું છે.

કેવડિયા ની સામે કિનારે ગોરા ગામે નર્મદા નદીના કિનારે 14 કરોડના ખર્ચે વિશાળ ઘાટ બની ને તૈયાર છે. સુલપણેશ્વર મંદિર થી સીધા ઘાટ પર જવાય એવો રસ્તો પણ બનીને તૈયાર છે. 131 મીટર લંબાઈ અને 47 મીટર પહોળો બનાવવામાં આવ્યો છે. હાલ ઘાટ તૈયાર છે. જેમાં કેવડિયાનું સૌથી મોટું એક આકર્ષણ બની રહેશે વોટર લેસર શો ઘાટનું બાંધકામ ફુવારા, 1 કરોડ થી વધુ નાનીમોટી LED લાઈટો મળીને અંદાજિત 200 કરોડથી પણ વધુનો આ પ્રોજેક્ટ હાલ તૈયાર છે. ગત 31 મી ઓક્ટોબરે ખુલ્લો મુકવાનો હતો પરંતુ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એકતા દિન ની ઉજવણી પ્રોગ્રામ કેન્સલ થતા હાલ આરતી અને વોટર લેસર શો નું રીહલસલ ચાલી રહ્યું છે જયારે આ પ્રવસીઓ માટે ખુલ્લું મુકાશે ત્યારે સૌથી મોટું આકર્ષણ બનશે.

અન્ય સમાચારો પણ છે...