તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફરની મઝા:C R પાટીલ-ઘનશ્યામ પટેલની ઇ-રિક્ષામાં SOUની મુલાકાત

રાજપીપલા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેવડિયા ઇકોઝોન બનવા તરફ આગળ વધી રહ્યું છે. હાલ 10 ઈંકાર અને 10 ઈ-રીક્ષા પ્રવાસીઓ માટે મુકવામાં આવી છે. જેના માટે સ્થાનિક 100 યુવતીઓ ને તાલીમ આપી તૈયાર કરવામાં આવી છે. આ ઈં રિક્ષામાં બેસીને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને નર્મદા ના ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે સફરની મઝા માણી હતી.

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના દિને પ્રધાનમંત્રી નરેદ્ર મોદી એ કેવડિયા ને ઇકો ઝોન એટલે કે નોન પોલ્યુશન ઝોન જાહેર કર્યો જેમાં તેમણે કેવડિયા માં આવતા પ્રવાસીઓ અને કર્મચારીઓ તમામ બેટરી સંચાલિત ઇલેક્ટ્રોનિક બસ, કાર,અને રીક્ષા આવા વાહનો જ ફરે એવી જાહેરાત કરી હતી. 31 ઓક્ટોબરના તેઓ રાષ્ટ્રીય એકતાદિન ની ઉજવણી માટે કેવડિયા આવશે ત્યારે ઈલેક્ટોનિક બસ, કાર અને રીક્ષાઓનું વિધવિત લોકાર્પણ કરશે પરંતુ ગત 15 મી ઓગષ્ટ ના રોજ સત્તામંડળ ના અધ્યક્ષ અને નર્મદા નિગમ ના MD ડો.રાજીવ ગુપ્તાએ 10 કાર નું લાંકાર્પણ કર્યું અને જાતે ડ્રાઈવ કરીને કેવડિયા માં ફર્યા એવીજ રીતે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઝુબીન ઈરાની પણ કેવડિયાની વિઝીટ દરમ્યાન ઈ કારમાં મુસાફરી કરી હતી. ગત રોજ ઈરીક્ષા કે જે સ્થાનિક મહિલાઓ ચલાવે છે. જે કારની મુસાફરી ભારતીય જનતા પાર્ટીનાપ્રદેશ ના અધ્યક્ષ સી આર પાટીલ તેમજ ભારતીય જનતા પાર્ટીના નર્મદા જીલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે કરી જેવો ઇલેક્ટ્રીક રીક્ષામા બેસી સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ ટેન્ટ સીટી મુલાકાત લીધી હતી. આ બાબતે સહકારી આગેવાન અને બીજેપીના જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ની પરિકલ્પના છે.

અન્ય સમાચારો પણ છે...