ગૌરવ:રાજપીપળાના વતની વિહાર મોદીએ વિદેશમાં વ્યવસાય ક્ષેત્રે ડંકો વગાડ્યો, ઇન્ટરનેશનલ બિઝનેસ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાથી નોમિનેટ થયાં

રાજપીપળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજપીપળાના યુવાન વિહાર મોદીએ રાજપીપળાથી શાળા પુરી કર્યા બાદ ઓસ્ટ્રેલિયા જઇ એડિથ કોવાન યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું.નોકરી પણ કરી એન્જિનિયરિંગની નોકરી પછી સબવેમાં પાર્ટ ટાઇમ કામ કરવાની શરૂઆત કરી 2016ના અંત સુધીમાં તેણે પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે એન્જિનિયરિંગની નોકરી છોડ્યા બાદ તે માને છે કે આ તેમનું મોટું જોખમ અને યોગ્ય નિર્ણય હતો. 2017માં, છેલ્લે તેમણે થોડો ઓપરેશનલ અનુભવ સાથે પર્થમાં પોતાનો પહેલો સ્ટોર ખોલ્યો. તેમણે મોટાભાગની વ્યવસાયિક કુશળતા 3 વર્ષ શીખી અને 2019 માં પોતાનો વ્યવસાય વધારવાનું નક્કી કર્યું.

2020માં તેમણે વધુ બે સ્ટોર ખોલ્યા અને તેનું ટર્નઓવર એક વર્ષમાં 300 % વધુ થઈ ગયું અને ત્યાં વધુ બે સ્ટોર્સનું નિર્માણ ચાલી રહ્યું છે જે 2021 ના અંતમાં ખોલવાની અપેક્ષા છે. તે માને છે કે તે 10M હેઠળના નાના બિઝનેસ એવોર્ડ માટે મજબૂત ઉમેદવારો પૈકી એક છે કારણ કે તેમણે ટર્નઓવરમાં 300 % વૃદ્ધિ સાથે જબરદસ્ત વૃદ્ધિ કરી છે. આમ ભારતીયો માટે લાગણી અને સન્માન આપી કદર કરે છે ત્યારે હાલની સ્થિતિમાં વિહાર મોદીએ વિદેશી ધરતી પર પોતાનો વ્યવસાય જમાવી ઇન્ટરનેશનલ બીઝનેસ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયા તરફથી નોમિનેટ થઈ દેશનું ગૌરવ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...