ચૂંટણી:નર્મદામાં બાર એસો.ના પ્રમુખ પદે વંદના ભટ્ટ 7મી વખત ચૂંટાયા

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણે સભ્યોની પેનલે ચૂંટણી અધિકારીની ભૂમિકા ભજવી

નર્મદા જિલ્લા બાર એસોની ચૂંટણી નું આયોજન રાજપીપળા કોર્ટના બાર રૂમમાં કરવામાં આવ્યું હતું. પ્રમુખ, ઉપપ્રમુખ અને સહમંત્રી નો કાર્યકાળ પૂરો થતા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા બાર એસોસિયેશનમાં કુલ 117 સભ્યોના વોટિંગમાં 108 જેટલા વકીલ સભ્યો એ મતદાન કર્યું, પ્રમુખ પદના ઉમેદવારોમાં વંદના ભટ્ટને 85 મતો મળ્યા, જયારે તેના હરીફ ઉમેદવાર ભામિની રામીને 21 મતો મળ્યા જેમાં 02 મતો રદ થયેલ હતા. જયારે ઉપ પ્રમુખ પદ માટે એ ડી અગ્રવાલ 44, સાજીદ મલિક 61, અને રદ થયેલ મત 03, ચૂંટણીના પરિણામ જાહેરમાં પ્રમુખ તરીકે વંદના ભટ્ટ અને ઉપ પ્રમુખ તરીકે સાજીદ મલિક વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...