તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદિત બોર્ડ:વાગડિયા ગામે 5મી અનુસૂચિનું બોર્ડ લગાવતા તંત્ર દોડ્યું, લોકોનો વિરોધ

રાજપીપળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિવાદિત બોર્ડ. - Divya Bhaskar
વિવાદિત બોર્ડ.
  • વાગડિયા પંચાયતે ઠરાવ કરી વિવાદિત બોર્ડ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં લગાવ્યું

કેવડિયા પ્રવાસન ધામ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના વિસ્તારમાં હાલ નવા પ્રોજેક્ટો બનાવવની કામગીરી ચાલુ છે. આ વિસ્તારમાં વધુ ને વધુ પ્રવાસી ઓ આવે તેવા પ્રયાસો સરકાર કરી રહી છે તો બીજી બાજુ 6 ગામ ની પડતર માંગ માટે છેલ્લા કેટલાય સમય આંદોલન ચાલી રહ્યા અને આ મામલે હાલ ફેંસીંગ કામગરી સમયે સ્થાનીકો અને તંત્ર આમને સમાને આવી ગયા હતા ત્યાં જ ગઈ કાલે વાગડીયા ગ્રામજનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં બોર્ડ લગાવ્યું છે કે આદિવાસીઓ હિંદુ નથી, બંધારણ ન માનનાર દેશદ્રોહી છે એવું બોર્ડ મારતા તંત્ર માં દોડધામ મચી જવા પામી હતી. સોમવારે સવારે નર્મદા નિગમ અને ગરુડેશ્વર મામલતદાર પોલિસે આ બોર્ડ ને દૂર કર્યું હતું.

ગરુડેશ્વર તાલુકાના કેવડિયા-કોઠી, લીમડી, ગોરા, નવાગામ, વાગડીયા અને ગોરા આ 6 ગામમાં લોકોને અસરગ્રસ્ત ના ગણી સરકાર કોઈ સહાય આપી નહીં, જે બાબતને લઈને છેલ્લા કેટલાય સમય થી વિરોધ કરી રહ્યાં છે. સરકાર સાથે પેકેજ માટે વાટાઘાટો ચાલી રહી છે. ”વાગડીયા” ગામ લોકોએ રૂઢી-પ્રથા વાળી ગ્રામસભા બોલાવી બંધારણની જોગવાઈઓનું પાલન કરવા અને કરાવવા માટે અલગ અલગ 25 જેટલા ઠરાવો તાજેતર કર્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વાગડીયા ગામ લોકોએ બંધારણની જોગવાઈઓ નહિ માનનાર દેશદ્રોહી છે એવું બોર્ડ મારતા વિવાદ છંછેડાયો અને એ પૂર્વે BTP ધારાસભ્ય મહેશ વસાવાએ ગ્રામજનો સાથે બેઠક પણ કરી હતી. આ બોર્ડ મુકતાના ગણતરીના કલાકોમાં તંત્ર વાગડીયા ગામ પહોંચી બોર્ડ હટાવી લીધું હતું. બોર્ડ કેમ હટાવ્યું કહી કેટલાક ગ્રામજનો દોડી આવી વિરોધ કરતા નિગમના અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે તું..તું.. મેં..મેં.. થયું હતું. જોકે બોર્ડ હટાવી મામલતદાર પાસે પુરાવા છે.નર્મદા નિગમના અધિકારીઓ અને અન્ય અધિકારીઓ જતા રહ્યા હતા.

વાગડિયા ગ્રામ પંચાયતે અનુસૂચિ-5ની જોગવાઈઓ દર્શાવતું બોર્ડ લગાવતાં પોલીસ અને વહીવટી તંત્ર દોડ્યું હતું.
વાગડિયા ગ્રામ પંચાયતે અનુસૂચિ-5ની જોગવાઈઓ દર્શાવતું બોર્ડ લગાવતાં પોલીસ અને વહીવટી તંત્ર દોડ્યું હતું.

આદિવાસી હિન્દુ નથી, જો ક્યાંય લખ્યું હોઈ તો બતાવો
આદિવાસી હિન્દૂ નથી. અનુસૂચિ 5 હેઠળ ગ્રામસભામાં જે નિર્ણય કરવામાં આવ્યો હોય તેને વિધાનસભા,સુપ્રીમ કોર્ટ કે કોઈ નિગમ ચેલેન્જ ન કરી શકે. રૂઢિગત ગ્રામ સભાનો નિર્ણય જ માન્ય રાખવામાં આવે. આ વિસ્તારમાં પેસા એક્ટનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે છતાં સ્ટેચ્યુના નામે 19 ગામોને વિસ્થાપિત કર્યા છે. જે મકાનો બનાવ્યા છે તે રહેવા લાયક નથી. જેથી લોકો ત્યાં કેવી રીતે જઈ શકે. આદિવાસી હિન્દૂ નથી અને જો કોઈ જગ્યા એ લખ્યું હોઈ તો બતાવો હિન્દૂ એક કાર્યશેલી છે સત્તા મેળવવા માટે હિન્દૂ શબ્દ નો ઉપયોગ કરે છે અને જે બોર્ડ હટાવ્યું છે ત્યાં ફરી થી બોર્ડ તો લાગશે જ. > મહેશ વસાવા,ધારાસભ્ય ડેડિયાપડા.

અમારું ગામ અનુસૂચિ 5ના વિસ્તારમાં આવે છે
નર્મદા જિલ્લામાં પેસા એકટ સરકાર દ્વારા જ લાગુ કરાયો છે. અને અમારું ગામ અનુસૂચિ 5 વિસ્તારમાં આવે છે.રૂઢી ચુસ્ત કાયદા મુજબ અમને જીવન જીવવાનો અધિકાર છે.અમે સંવિધાન અને પ્રકૃતિ બચાવવા અને અમારી રૂઢી પરંપરા માટે આ બોર્ડ માર્યું હતું. જે કાયદેસર છે.આ લોકશાહી દેશ છે. છતાં નર્મદા નિગમ ના અધિકારીઓ અને ગરુડેશ્વર મામલતદાર આવીને આ બોર્ડ બોર્ડ દૂર કર્યું છે. અમે દેશ છોડી દઈશું પણ અમારી જગ્યા નહિ છોડીએ જો આ જમીન નું સંપાદન થયું છે તો અમને પુરાવા આપે. >દિનેશ વસાવા,માજી સરપંચ, વાગડીયા

અન્ય સમાચારો પણ છે...