આંદોલન:રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી નિમિત્તે વડોદરાની EME સ્કૂલની રેલી 150 જવાનો સાથે SOU પહોંચ્યા

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • SOU ખાતે નિવાસી અધિક કલેક્ટર દ્વારા ફ્લેગ-ઇન કરી સાયકલ યાત્રી જવાનોનું કરાયું

અખંડ ભારતના શિલ્પી અને લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની જન્મ જયંતિ નિમિત્તે ગઇકાલે સમગ્ર દેશમાં “આઝાદીના અમૃત મહોત્સવ” ની થીમ આધારિત રાષ્ટ્રીય એક્તા દિવસની થયેલી ઉજવણીના ભાગરૂપે વડોદરાની ઇ.એમ.ઇ. સ્કૂલ ધ્વારા યોજાયેલી સાયકલ રેલી ગઇકાલે બપોરે કેવડીયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચતા નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસે આ સાયકલ રેલીના યાત્રીઓને ફ્લેગ-ઇન કરી સ્વાગત સાથે તેમને આવકાર્યા હતાં.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગઇકાલે તા.31 મી ઓક્ટોબર 21 ને રવિવારના રોજ સવારે વડોદરા શહેરના પોલીસ કમિશ્નરશ્રી અને ઇ.એમ.ઇ. સ્કૂલના કમાન્ડન્ટએ સંયુક્ત રીતે લીલીઝંડી ફરકાવી ઉક્ત સાયકલ રેલીને કેવડીયા માટે પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં ભાગ લીધેલ 150 જેટલા સુરક્ષા જવાનોએ વડોદરાથી 110 કિ.મી. જેટલું અંતર કાપીને કેવડીયા ખાતે બપોરબાદ આવી પહોંચ્યા બાદ આ સાયકલ રેલીને આવકાર અપાયો હતો. ત્યારબાદ આ સાયકલ રેલીના જવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની ભાવવંદના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...