તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ:નર્મદા જિલ્લામાં કુલ-259 કેન્દ્રો પરથી વેક્સિનેશનની કામગીરી

રાજપીપલા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાજપીપલા નગરપાલિકામાં વોર્ડ વાઇઝ રસીકરણના કેન્દ્રો કાર્યરત કરાયા
 • કોરોના વિરોધી રસીકરણ માટે આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ જાતે જાગૃતિ માટે નીકળ્યું

દેશવ્યાપી કોરોના વિરોધી રસીકરણના ભાગરૂપે સમગ્ર દેશ સાથે 45 વર્ષથી વધુની વયના તમામ લોકોને કોરોના વિરોધી રસીકરણ હેઠળ આવરી લેવાની હાથ ધરાયેલી ખાસ ઝૂંબેશના ભાગરૂપે નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા પણ આજથી રાજપીપલા શહેર અને જિલ્લામાં 45 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવાની કામગીરીનો પ્રારંભ કરાયો હતો બપોરના 2 વાગ્યા સુધીમાં અંદાજે 1560 જેટલાં લોકોને રસીનો પ્રથમ ડોઝ આપ્યા હતા. આ સાથે રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં કોરોના પોઝિટીવ દરદીઓના અંદાજે 25 જેટલાં ઘરોનું આરોગ્યતંત્ર દ્વારા સેનીટાઇઝેશન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લા પોલીસ-આરોગ્યતંત્ર દ્વારા કોરોના મહામારીને અનુલક્ષીને કોરોનાનું સંક્રમણ અટકાવવા થઇ રહેલી કામગીરી અન્વયે રાજપીપલા શહેરી વિસ્તારમાં આજે જે દુકાનદારોએ માસ્ક ન પહેર્યું હોય તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવતા ન હોય તેવા લોકો પાસેથી દંડ પણ વસુલવામાં આવ્યો હતો. અને આરોગ્યતંત્ર દ્વારા તેમને માસ્ક પણ આપવામાં આવ્યાં હતા. તેની સાથોસાથ રાજપીપલા શહેરમાં કોરોના વિરોધી રસીનો લોકો વધુમાં વધુ લાભ લે તે માટે રાજપીપલા નગરપાલિકા દ્વારા પ્રજાજનોને અચૂક માસ્ક પહેરવાં, વારંવાર હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, સેનીટાઇઝેશન કરવાની સાથે જે લોકો જાહેરમાં થૂંકશે તેવા લોકો પાસેથી દંડ વસુલવામાં આવશે તેવો ઘનિષ્ટ પ્રચાર-પ્રસાર મોબાઇલ વાન મારફતે કરીને લોકજાગૃત્તિ કેળવવામાં આવી રહી છે.

નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમિક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપે જણાવ્યું હતું કે, 45 થી વધુ વયના તમામ લોકોને પણ આજથી રસી આપવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે, જેમાં કોરોના વિરોધી રસીકરણના ભાગરૂપે નર્મદા જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા રાજપીપલા નગરપાલિકામાં વોર્ડ વાઇઝ અલગ અલગ 7 જેટલાં કોન્દ્રો સહિત જિલ્લાના કુલ-259 જેટલાં કેન્દ્રો ખાતે રસીકરણની કામગીરી ઉપરાંત RTPCR ટેસ્ટની કામગીરી પણ ચાલી રહી છે. તેની સાથોસાથ જે લોકોએ માસ્ક ન પહેર્યું હોય તેવા લોકો પાસેથી દંડ પણ વસુલવામાં આવી રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

આજે પોલીસ વિભાગના સહયોગથી માસ્ક ન પહેરવા બદલ 30 વ્યક્તિઓ પાસેથી રૂા.30 હજારના દંડની વસુલાત કરાઇ છે. જિલ્લામાં આજદિન સુધી કુલ-53 હજારથી વધુ વ્યક્તિઓને રસીકરણ કામગીરી હેઠળ આવરી લઇ તેમને રસીના ડોઝ અપાયાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો