વેકસીનેશનની કામગીરી:નર્મદામાં 15થી18 વર્ષના 34,622 પૈકી 23061 કિશોરોનું વેક્સિનેશન

રાજપીપળા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજથી જિલ્લામાં હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કરો તથા 60 વર્ષથી વધુ ઉંમરના વયસ્કોને પ્રિકોશન ડોઝની કાર્યવાહી

નર્મદા જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરની દસ્તક વચ્ચે કોરોનાને અટકાયતના ભાગરૂપે 15થી 18 વર્ષની વયજુથના યુવાઓનું વેકસીનેશન થઇ રહયું છે. બીજી તરફ આ સંક્રમણ અટકાવવા અને કોરોનાથી સુરક્ષિત રહેવા આરોગ્યના હેલ્થકેર વર્કરો અને ફ્રન્ટલાઇન વર્કરો સાથે 60 પ્લસ કોમોર્બિડિટી ઘરાવતા વયસ્કોને પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવાનું આયોજન જિલ્લા આરોગ્ય તંત્ર ધ્વારા કરાયું છે.

નર્મદા જિલ્લામાં કોરોન વાયરસ વકરી રહ્યો છે ત્યારે કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા અને ત્રીજી લહેરના સંક્રમણને રોકાવા હવે પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવાની તૈયારી હાથ ઘરવામાં આવી રહી છે. જિલ્લામાં આરોગ્ય વિભાગના 4706 હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કરો 13,073 તથા 60 વર્ષથી વઘુ ઉમરની વયસ્કો 70,852 ને પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ડોઝ લેવાથી પ્રથમ તબકકામાં પાત્રતા ઘરાવતા આ વયકૃતિઓના શરીરમાં કોરાના વિરોઘી એન્ટીબોડીઝનું સ્તર ઉંચુ આવશે અને કોરોનાના સંક્રમણને અટકાવવામાં મદદરૂપ થશે.

હાલમાં 15થી 18 વયજુથના યુવાઓનું કોવિડ-19 વેકસીનેશન 3જી જાન્યુઆરી22થી નર્મદા જિલ્લામાં શરૂ કરવામાં આવેલ જેમાં કુલ 34,622 યુવાઓ સામે અત્યાર સુધીમક 23,061 યુવાઓને વેકસીનેશન આ૫વામાં આવેલ છે, જ્યારે બાકી રહેલાં યુવાઓના વેકસીનેશનની કામગીરી હાલ ચાલુ છે, જે આગામી ટૂંક સમયમાં પૂર્ણ કરાશે.આ બાબતે અધિક આરોગ્ય અધિકારી ડો.વિપુલ ગામીતે જણાવ્યું હતું કે નર્મદા જીલ્લાના HCW, FLWs અને 60+ કોમોર્બિડ લાભાર્થીઓને આગામી 10 મી જાન્યુઆરીથી પ્રિકોશન ડોઝ શરૂ થનાર છે.

બીજા ડોઝની તારીખ થી 09 મહિના (39 અઠવાડીયા પૂર્ણ થયેથી) પ્રિકોશન ડોઝ લેવા માટે લાયક ગણાશે તેઓ ઓન સાઇટ પર જઇ પ્રિકોશન ડોઝ લઇ શકશે, 60+ કોમોર્બિડ લાભાર્થીઓ કે જેઓએ અગાઉ બંને ડોઝ લીઘા હોઇ, તેઓને -ડોકટરની સલાહ મુજબ પ્રિકોશન ડોઝ લઇ શકશે જેના માટે કોઇ ડોકટરના સર્ટિફીકેટની જરુરીયાત રહેતી નથી.

પ્રિકોશન ડોઝ માટે HCW, FLWs અને 60+ કોમોર્બિડ લાભાર્થી ની પાત્રતા Cowin સોફટવેર મુજબ આપવામાં આવેલ બીજા ડોઝની તારીખ પરથી નકકી કરવામાં આવશે. પ્રિકોશન ડોઝનો મેસેજ લાભાર્થીને Cowin સીસ્ટમ આઘારીત SMS (મેસેજ) ઘ્વારા જાણ કરવામાં આવશે. પ્રિકોશન ડોઝ જીલ્લાના તમામ 27 પ્રા.આ.કે. કેન્દ્રો, 1 અર્બન હેલ્થ સેન્ટર અને તમામ સબ ડીસ્ટ્રીક હોસ્પીટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રો, સીવીલ હોસ્પીટલ ખાતે આ૫વામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...