રસીકરણ:નર્મદામાં 1560 સરકારી કર્મીઓનું વેક્સિનેશન

રાજપીપળા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 3460 જેટલા ફ્રન્ટલાઇન વર્કર્સને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યાં

કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા કોવિડ-19 વેક્સીનની રસી જ એકમાત્ર અમોધ શસ્ત્ર છે, ત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને રાજ્યમાં ફ્રન્ટલાઇન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા 60 વર્ષથી વધુની વય ધરાવતા અને કોમોર્બિડિટીઝ-અન્ય બિમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સીનના પ્રિકોશન ડોઝની થઇ રહેલી કામગીરીને અનુલક્ષીને નર્મદા જિલ્લા આરોગ્યતંત્ર ધ્વારા આજે આવા ફ્રન્ટલાઇન વર્કર્સ માટે જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી,

જીતનગર પોલીસ હેડકવાર્ટસ, કેવડીયામાં SRP જવાનો માટે તથા કેવડિયા રેલ્વે સ્ટેશન ખાતે RPF ના જવાનો વગેરે સહિતના પ્રિકોશન ડોઝ માટે એલીજેબલ થયેલા અંદાજે 11 હજાર જેટલા કર્મચારીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, ગતરોજ અંદાજે 1560 કર્મચારીઓને રસીના પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યાં હતાં.

આમ 1900 જેટલા ફ્રન્ટલાઇન વર્કર્સ થયા હતા એટલે અત્યાર સુધી 3460 જેટલા ફ્રન્ટલાઈન અને 60થી વધુના ઉમના લોકોને આપવામાં આવ્યા હતા. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીતે કોરોના ગાઈડલાઈનનું પાલન કરી બસ કાળજી રાખવાની રસી બંને ડોઝ મુકવાની કાળજી રાખવાની છે. હાલ કોરોનાના દર્દીઓ વચ્ચે કામ કરે છે. અને સૌથી વધુ જોખમ છે તેવા ફ્રન્ટલાઈન વોરિયર તરીકે તમામને ડોઝ અપવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મેં પોતે આ પ્રિકોશન ડોઝ લીધો છે. અને તેમાં કોઇપણ જાતની કોઇ તકલીફ થતી નથી કે ઝીણો તાવ કે શરીર દુ:ખતું હોય તે પણ ઓછું થઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...