પ્રભાવિત:SOU-વેલી ઓફ ફલાવર્સ જેવા પ્રકલ્પો નિહાળી મુંબઇ રહેતાં USAના રાજદૂત અભિભૂત થયા

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્મૃતિ ચિન્હ રૂપે ડેવિડ.જે. રેન્ઝને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કરાઇ

ભારતમાં મુંબઇ ખાતેના USA ના રાજદૂત ડેવિડ.જે.રેન્ઝ આજે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.ત્યારબાદ ડેવિડ રેન્ઝ 45 માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હૃદયસ્થાનેથી અદભૂત નજારો પણ માણયો હતો.તદ્દઉપરાંત વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર વિશેની ફિલ્મ નિહાળવા ઉપરાંત ફિલ્મ મ્યુઝિયમમાં પ્રદશિર્ત કરાયેલ તસવીરી પ્રદર્શન પણ તેમણે નિહાળ્યું હતું.

આ પ્રસંગે નાયબ કલેક્ટર નિલેશ દુબેએ SOUADATGA તરફથી સ્મૃતિ ચિન્હ રૂપે ડેવિડ.જે.રેન્ઝને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કરી હતી.પોતાના પ્રતિભાવમાં ડેવિડ જે.રેન્જે જણાવ્યું હતું વિવિધતાઓથી ભરેલા ભારત રાષ્ટ્રને અખંડિત બનાવવાની દીર્ઘદ્રષ્ટિ ધરાવનાર એક મહાન નેતા અને વ્યક્તિને આ સાચી અને અસાધારણ શ્રદ્ધાંજલિ છે. હું એ પણ માનું છું કે,આ જગ્યા સાચા અર્થમાં સ્થાનિક આદિવાસી સમુદાયને આર્થિક રીતે પગભર બનાવવા માટે ઉત્તમ અવસર પ્રદાન કરે છે.

આ અદ્ભૂત યાત્રાને હું કદી નહીં ભૂલુની વાત કરી હતી આ મુલાકાત દરમિયાન નાયબ કલેકટરશ્રી નિલેશ દુબે, નાયબ વન સંરક્ષક પ્રતિક પંડ્યા, પ્રોટોકોલના નાયબ કલેકટર બી.એ.અસારી, ટુરિઝમ ઓફિસર મોહિત દીવાન વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...