સૂચના:લોકોના સુખાકારીના પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવો : SP નર્મદા

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજપીપળા કલેક્ટરાલય ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી

જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના અધ્યક્ષસ્થાને આજે રાજપીપલા કલેક્ટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નાયબ વન સંરક્ષક નિરજ કુમાર, નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસ, જિલ્લા આયોજન અધિકારી એસ.એસ.પાંડેસહિત જિલ્લા સંકલન સમિતિના સબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.

જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે, પ્રજાકીય જન સુખાકારીના અગત્યના પ્રશ્નો અને રજૂઆતોને અગ્રતા આપીને તેના ઝડપી અને ત્વરિત ઉકેલ સાથે વિવિધ યોજનાકીય લાભો અને સેવાઓ પ્રજાજનોને સરળતાથી મહત્તમ મળી રહે તે પ્રકારે કામ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. સાથે શહેરમાં ટ્રાફિકની સમશ્યા નિવારવા સાથે ગેસલાઈન રોડ ની કામગીરીઝડપ થી કરવા પાલિકા ને સૂચન કર્યા હતા.

આ બેઠકમાં ડેડિયાપાડા તાલુકાના નિગટથી કેવડીને જોડતો રસ્તો, ગડીથી બેબારને જોડતા રસ્તા અને બ્રિજનું કામ, કનબુડીથી મોરજડીને જોડતા રસ્તાનું કામ, દેડીયાપાડા વિસ્તારના લોકોને શુધ્ધ સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તે હેતુથી ઝરવાણી પાણી પુરવઠા યોજના, ગુજરાત પેટર્ન યોજના 21-22 સદર 2401 માં 75 ટકા સહાયથી બોરવેલ આપવાની યોજના, નલ સે જલ યોજના અંતર્ગત ડેડિયાપાડા અને સાગબારા તાલુકામાં વાસ્મો દ્વારા આજદિન સુધી કરેલી કામગીરી, એમજીએનઆરઇજી એ ડેડિયાપાડા તાલુકામાં મટીરીયલના કામો વગેરે જેવી વિવિધ બાબતો અંગે જિલ્લા સંકલન સમિતીની બેઠકમાં કરાયેલી રજૂઆત અંતર્ગત તેના નિકાલ સંબંધી જિલ્લામાં આ દિશામાં થયેલી પ્રગતિની પણ વિસ્તૃત સમીક્ષા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...