તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભિગમ:નર્મદાની 952 આંગણવાડીના 19,852 ભૂલકાંને યુનિફોર્મ વિતરણ

રાજપીપલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સાંસદના હસ્તે 6 લાભાર્થીને પ્રતિક રૂપે યુનિફોર્મ અપાયા હતા

કોરોના કાળ માં શિક્ષણ કાર્ય બંધ છે. ઓનલાઇન શિક્ષણ ચાલુ છે. ત્યારે નવી શિક્ષણ નીતિ અનુસાર પૂર્વ પ્રાથમિક શિક્ષણને વધુ મજબૂત બનાવવા આંગણવાડીમાં અભ્યાસ કરવા આવતા બાળકોના સર્વાંગી વિકાસ માટે રૂા. ૫ કરોડની પા... પા... પગલી યોજના અમલી બનાવવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગરીબ-મધ્યમવર્ગીય પરિવારોના બાળકો-ભૂલકાંઓ આ યુનિફોર્મથી આગવી ઓળખ મળવે એ હેતુ થી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતેથી ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ તેમજ વન અને આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવા, રાજયકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે, સચિવ અને કમિશનરશ્રી કે.કે. નિરાલા તેમજ નિયામક ડી.એન. મોદી વગેરેની ઉપસ્થિતિમાં ડિજીટલ માધ્યમથી વિડીયો કોન્ફરન્સ દ્વારા 36.28 કરોડના ખર્ચે આકાર પામેલી રાજયભરની 53,029 આંગણવાડીઓના 14 લાખ જેટલા નાના બાળકો-ભૂલકાંઓને યુનિફોર્મ વિતરણ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.

જેમાં નર્મદા જિલ્લા કલેકટરાલય ખાતે ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષ શ્રધ્ધાબેન બારીયા, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...