ક્રાઇમ:કેવડિયા કોલોનીમાં શિક્ષક ભત્રીજા પર અંગત અદાવત રાખી કાકાનો હુમલો

રાજપીપળા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કાકા બીજા એક ભત્રીજાને સાથે લાવી શિક્ષકની ગાડીના કાચા તોડ્યાં

કેવડિયા ખાતે રહેતા પ્રાથમિક શાળાના શિક્ષકને તેમના સગા કાકા દ્વારા માર મારી ગાડીના કાચા તોડી નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી આ બાબતે કેવડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઇઝ બોલાની સ્ટીક થી માર માર્યો પોલીસ સુત્રોથી મળેલ માહિતી મુજબ કેવડિયા કોલોની ખાતે કેટેગરી સી 23 /133 માં રહેતા શારદાબેન તડવી ગત રવિવારના ઘરમાં હતા અને તેમના પતિ અશ્વિનભાઈ ભાણાભાઈ તડવી પોતાના રૂમ પાસે બહાર ખુરશી નાખી બેઠા હતા ત્યારે અમરેલી જિલ્લાના બાબરા પોલીસ સ્ટેશનમાં પોલીસ જમાદાર તરીકે ફરજ બજાવતા સોમાભાઇ મનુભાઈ તડવી તેમની સાથે રાજેન્દ્ર કેસુર તડવી, અને અન્ય એક ઈસમ ને સાથે લાવીને પોતાની ઇકો ગાડી લઇ આવી શિક્ષક અવિનભાઈ ભાણાભાઈ તડવીને ગમેતેમ અપશબ્દો બોલવા લાગ્યા અને બીજાએ પકડી બેઇઝ બોલાની સ્ટીક થી માર માર્યો અને ઈકકો ગાડીમાથી ધાર્યું કાઢી ફોરવ્હીલ ગાડીને સપાટા મારી ગાડીના કાચ તોડી નકુશાન કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી આ દરમ્યાન પત્ની શારદાબેન અને તેમનો પુત્ર નેહલ દોડી આવી આશ્વીનભાઈ ને બચાવવા નો પ્રયત્ન કર્યો હતો ગંભીર ઈજાઓ પહોંચાડી ગાડી તોડી જતા રહેલા કાકા અને અન્ય બે ઈસમો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...