તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ઉમરવા - રાજપરા ગામ વચ્ચે થયેલી લૂંટમાં 4 શખ્સ ઝડપાયા

રાજપીપળા6 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આમલેથા પોલીસે લૂંટારૂ પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો
 • એક જ સ્થળે ત્રણ લૂંટના બનાવ બન્યા હતા

નાંદોદ તાલુકાના રાજપરા, ઉમરવા માર્ગ પર દિવાળી ટાણેં લૂંટારુ ટોળકી સક્રિય બની હતી. અનેક લોકો અહીં લૂંટાયા હોવાની ફરિયાદો સામે આવતાં પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. આ રસ્તા ઉપર એક બાદ એક ત્રણ લૂંટના બનાવો બનતા પોલીસ અધિક્ષક નર્મદા હિમકર સિંહની સૂચનાથી LCB પી.આઈ એ.એમ.પટેલ, પીએસઆઇ સી.એમ.ગામીત તેમજ એલ.સી.બી. પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ કરી ટેકનીકલ સર્વેલન્સની મદદથી અને બાતમીદારો દ્વારા માહીતી મળતા ભરૂચ જિલ્લાના ઝઘડિયાના બામલ્લા ગામે રહેતા સહદેવ ઉર્ફે બાબર ગોપાલ વસાવા, સતિષ શાંતિલાલ વસાવા, નવીન વિનુ વસાવા, સહદેવ વિનુ વસાવાને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી સોનાની ચેઇન-1 કબજે કરી હતી. આ સાથે તેમની ટોળકીમાં વધુ જોડાયેલા મીનેશ ઉર્ફે નયનેશ રાજેશ વસાવા, સતિષ રતિલાલ વસાવા અને દિપક ઉર્ફે કાલો સોમા વસાવા પણ સામેલ હતા. પોલીસે તેમને પણ ઝડપી પાડવા વધુ તાપસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો