તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:કેવડીયામાં મશીન સાફ કરતા બે મજૂરોનાં મોત, મશીનની સફાઇ વેળાં એક મજૂરે સ્વિચ ચાલું કરી

રાજપીપળા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્ટેચ્યુ ઓફ યુનિટીના કેવડિયા ખાતે આવેલી અમદાવાદની ખાનગી એન્જીનીયરીંગ કંપનીનું મીક્ષર મશીન 2 મજૂરો સાફ કરી રહ્યા હતા.દરમિયાન અન્ય કર્મચારીઓથી એ મશીન ચાલુ થઈ દેતા બન્નેવ મજૂરોનું કપાઈ જવાથી મૃત્યુ થયું છે.કેવડિયા પોલીસે આ ઘટના મામલે એન્જીનીયરીંગ કંપનીના જ 5 કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયામાં એસ.આર.પી રાજીવ વન વસાહતની સામે અને ભુમલિયા શોપિંગ સેન્ટર પાસે યશનંદ એન્જીનીયરીંગ એન્ડ કોંટ્રાક્ટ પ્રાઇવેટ લીમીટેડ કેવડીયા કોલોની ખાતે જી.એસ.સી.બી (ગુજરાત સ્ટેટ કોર્પોરેશન બેન્ક) નું કામ કરી રહી છે.

સાંજના સમયે કામકાજ બંધ થતા સેફટીના સાધનોનું ધ્યાન ન આપી રીનેશભાઇ ભુરીયા તેમજ રાકેશભાઇ સીંગાડીયાને મીક્ષર પ્લાન્ટ સફાઇનું કામ સોંપાયું હતું.આ મજૂરો મીક્ષર પ્લાન્ટ સફાઇનું કામ કરતા હોવા છતાં યશનંદ એન્જીનીયરીંગ એન્ડ કોંટ્રાક્ટ પ્રાઇવેટ લીમીટેડના કર્મી દીપેશભાઇ કાનાબાર મશીનની સ્વિચ ઓન કરી દીધી હતી.જેથી મીક્ષર પ્લાન્ટ ચાલુ થઈ જવાથી બન્નેવ મજૂરોનો મશીનમાં કુચો બોલી ગયો હતો

.આ ઘટનામાં બન્નેવ મજૂરોના કરુણ મોત નિપજ્યા હતા. કેવડિયા પોલીસે આ ઘટના સંદર્ભે યશનંદ એન્જીનીયરીંગ એન્ડ કોંટ્રાક્ટ પ્રાઇવેટ લીમીટેડના દીપેશભાઇ કાનાબાર, વીજયભાઇ ઉપાધ્યાય, સંજયભાઇ વિકલા સોનકર,હીમેશભાઇ પટેલ, સમીરભાઇ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...