તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:કન્યા વિનય મંદિરના બે શિક્ષકો પોઝિટિવ આવતા સ્કૂલ સંકુલને સેનેટાઇઝર કરાયુ

રાજપીપલા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજપીપલાની પાલિકાના વોટરબાઉઝરથી શાળામાં સેનેટાઈઝરનો છંટકાવ કરાયો

કોરોના મહામારીનો બીજો રાઉન્ડ સરૂ થઈ ગયો છે.ત્યારે સ્કૂલો ખુલી કરવામાં આવી છે. 6 થી 9ની સ્કૂલો શરૂ કરવામાં આવી છે. 10, 11 અને 12 ની સ્કૂલો ખુલ્લી રાખવામાં આવી છે. હવે શાળાઓમાં સત્રાતં પરીક્ષાઓ ચાલુ છે. આવા સમયમાં રાજપીપલા ની કન્યાવિનય મંદિર શાળાના બે શિક્ષકો કોરોના પોઝિટિવ આવતા સ્કૂલ ફાફળાટ ફેલાયો હતો. જોકે વિદ્યાર્થીની ઓ એક દમ સુરક્ષિત રાખવા શાળા દ્વારા તમામ કોવિડ 19 ની ગાઈડલાઈન નું પાલન કરવામાં આવી રહ્યું છે. જેથી શાળાના આચાર્ય જતીન વસાવા એ તમામ શિક્ષકોનો અને સ્ટાફ નો કોરોના ટેસ્ટ કરાવ્યો અને આખી શાળા ને કમ્પાઉન્ડ ને શાળાના વર્ગખંડો ને સેનેટાઇઝ કરવામાં આવ્યું.

શાળાના આચાર્ય જતીનભાઈ વસાવા એ જણાવ્યું હતું કે. શાળાઓ શરૂ થઇ ત્યારથી જ કોવિદ ગાઇડલાઇનનું પાલન કરતા સોસીયલ ડિસ્ટન્સ રાખીએ છે..આમ છતાં શાળાના શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા એટલે તમામ શિક્ષકોનો અમે કોરોના રેપીડ ટેસ્ટ કરાવ્યો હતો. પાલિકા પ્રમુખ કુલાદીપસિંહ ગોહિલ ને કહેતા તાત્કાલિક પાલિકા ની મદદ મળી અને આખી સ્કૂલ સેનેટાઇઝ કરી છે. કોવીડ 19 ની ગાઇડલાઇન નું પાલન ચુસ્ત પણે થઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો