અકસ્માત:નંદોદના ખામર ગામે આઇસર ટેમ્પો પલટી જતા બેનાં મોત

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ ઈજાગ્રસ્તોને108 મારફતે રાજપીપળા સિવિલમાં દાખલ કરાયા

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ખામર નજીક આઇસર ટેમ્પો પલટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.એ અકસ્માતમાં 2 વ્યક્તિઓના ઘટનાસ્થળ પર કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે 3 લોકોને ઇજાગ્રસ્ત હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આમલેથા પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી મુજબ ગત રોજ એક આઇશર ટેમ્પો નો ચાલક શ્યામ સૂકા પાટીલ કપાસ ખાલી કરી પરત ફરતા હતા ત્યારે તેના કબ્જામનો ટેમ્પો પુરપાટ હંકારી લાવતા ખામર પાસે ટેમ્પો પલટી ખાઈ જતા ચાલાક શ્યામ સૂકા પાટીલ, ક્લીનર યુવરાજ પલટી ખાઈ ગયેલા ટેમ્પો નીચે દબાઈ જતા બંનેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે કેબિનમાં બેઠેલા ત્રણ ને ઇજાઓ થતા 108 મારફતે રાજપીપળા સિવિલમાં દાખલ કરાયા હતા.હાલ આમલેથા પોલીસે ટેમ્પો ચાલક શ્યામ પાટીલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...