તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:નર્મદા ટેન્ટસિટી -2માં બે દિવસીય પ્રદેશ ભાજપની કારોબારીની બેઠક

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી સહીતના આગેવાનો હાજર રહેશે

આગામી 2022 વિધાનસભાની ચુંટણીને લઈ ભાજપે ફિલ્ડિંગ ટાઈટ કરી દીધી છે. પ્રદેશ આધ્યક્ષ સી.આર.પાટીલના 182 સીટો જીતી કોંગ્રેસે અને અન્ય પક્ષને જળ મૂળમાંથી કાઢી નાખવાના સંકલ્પને સાકાર કરવા ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક કેવડીયા ટેન્ટસીટી ખાતે આગામી 1 સપ્ટેમ્બરે મળનારી છે. જેમાં મોંઘવારી, બેરોજગારી, જેવા મહત્વના મુદ્દા સામે મતદારો વચ્ચે કેવો પ્રચાર કરવો, આ વર્ષે મેનિફેસ્ટો કેવો રાખવો એ સહિતના મંથન માટે સીઆર પાટીલના પ્રદેશ આધ્યક્ષ બન્યા બાદ મોટી પ્રદેશ કારોબારીનું આયોજન કર્યું છે.

જેમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી,બીજેપીના અધ્યક્ષ સહીત જિલ્લાના ભાજપના અધ્યક્ષો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાંસદો અને ધારાસભ્યો મહામંત્રીઓ સહીત તાલુકા જિલ્લા પંચાયતના હોદેદારો આગેવાનો ઉપસ્થિત રહેશે. કારોબારીમાં 700 આગેવાનોને ટેબ્લેટ અપાશે. પ્રદેશ મહામંત્રીઓ અને જિલ્લા સંઘઠનના હોદેદારોએ સ્થળ વિઝીટ કરી અને રાજપીપલા વાવડી ખોડિયાર હોટલમાં પરિચય અને વડીયા વિશ્રામગૃહ ખાતે હોદેદારોની બેઠક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...