માગણી:રાજપીપળાના શ્રીનાથજી વિસ્તારમાં અશાંતધારો લાદવા ટ્રસ્ટીઓની માગ

રાજપીપલા12 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજપીપલા શહેરમાં દરબારોડ, વિશાવગા વિસ્તારમાં અશાંત ધારો લગાવવા સ્થાનિકોની વર્ષોથી માંગ રહી છે ત્યારે હાલ શ્રીનાથજી મંદિર વિસ્તાર જેની નજીકમાં બહુચરાજી મંદિર, જગન્નાથ મંદિર, સહીત અનેક હિન્દૂ દેવી દેવતાઓના મંદિરો આવે.લા છે અને આ વિસ્તારમાં હિન્દુઓની વસ્તી પણ વધુ હોય હિન્દુઓના તહેવારો ઘણી ધામધૂમ થી ઉજવીએ છે જેમાં જો કોઈ મુસ્લિમ કે અન્ય ધર્મ ના લોકો મકાન રાખે તો અશાંતિ ઉભી થાય એના કરતા આ વિસ્તારોમાં કોઈપણ ધર્મના લોકો મકાન ના લઇ શકે એમાટે અશાંત ધારો લાગુ કરવા શ્રીનાથજી મંદિરના ટ્રસ્ટ્રીઓએ જિલ્લા કલેક્ટર થી લઈને પ્રાંત ચીફ ઓફિસર સાંસદ તમામને રજૂઆત કરી છે.

મિલ્કતોના દસ્તાવેજ રદ કરવા અરજી કરી છે
શ્રીનાથજી મંદિર પાસે હિન્દૂ દેવી દેવતાના મંદિરો આવેલા હોય આ વિસ્તારોમાં અશાંતધારો સરકાર લગાવી દે, અમારા વાંધા અરજીને ગાહ્ય રાખી શહેરની શાંતિ ન ડહોળાય એ માટે આ મિલ્કતોના દસ્તાવેજ રદ થાય એવી અમારી માંગણી છે અને અશાંતધારો લાગવાથી બીજા કોઈ આ વિસ્તારમાં મકાન લઇ ન શકે એવું કરવા માંગણી કરી છે જો સરકાર કોઈ નક્કર પગલાં નહિ ભારે તો આવનારા દિવસોમાં શહેરની શાંતિ ડહોળાશે એ નક્કી છે.> ઇન્દુલાલ શાહ, સહિત શ્રીંનાથજી મંદિરના ટ્રસ્ટ્રીઓ

અન્ય સમાચારો પણ છે...