ક્રાઇમ:રાજપીપલામાં નજીવી બાબતે માતા - પુત્ર પર ચાકુથી હુમલો

રાજપીપલા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હુમલાખોર પિતા-પુત્ર ફરાર : ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયાં

રાજપીપલાના નરસિંહ ટેકરી ખાતે રહેતા કાંતિ મંગા વસાવા પરિવાર સાથે ઘરે હાજર હતા. તે વખતે સામે રહેતા પ્રવિણ ઉર્ફે ભયુ અમરત વસાવા તેના ઘરમાં જોરથી ગીતો વગાડતો હતો. જેથી મંગાભાઇએ કહ્યું કે ગીતો કેમ જોરથી વગાડી છે. વાજ કેમ ધીમો રાખતો નથી તેમ કહેતા પ્રવિણ વસાવાએ ઝઘડો થયો હતો. પ્રવિણનું ઉપરાણું લઇ તેમના પિતા અમરત કાળિયા વસાવા પણ દોડી આવી કાંતિ વસાવા અને તેમના પરિવાર સાથે મારામારી કરવા લાગ્યાં હતા. કાંતિ વસાવાનો દીકરો ચિરાગ વચ્ચે છોડાવવા પડતા પ્રવિણ વસાવા તું કેમ વચ્ચે પડ્યો કહી ચપ્પુથી જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી તથા ફરીયાદીની પત્ની ઉર્મીલાબેન નાની તેમને છોડાવવા વચ્ચે પડતા તેણીને પણ પીઠના ભાગે ચપ્પુ મારી ઇજા કરી એકબીજાની ભાગી ગયો હતો.

આ ઈજાગ્રસ્ત બંને માતા પુત્રને રાજપીપલા સિવિલ હોસ્પિટલ પર સારવાર માટે લઇ જવામાં આવ્યાા હતા. પોલીસે પીતા પુત્ર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...