તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તૈયારી:રાષ્ટ્રપતિ સહિતના મહેમાનો માટે ટેન્ટસિટીમાં ટ્રાઇબલ ફૂડ બનાવાયું

રાજપીપળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેવડિયામાં ઓલ ઇન્ડિયા પ્રિસાઈન્ડિંગ ઓફિસરની કોન્ફ્રન્સ યોજાઇ

કેવડિયા ટેન્ટસિટી 2 ખાતે બુધવારે 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઈન્ડિંગ ઓફિસરની કોન્ફ્રન્સ યોજાઇ હતી. જેમાં ત્યારે રાષ્ટ્રપતિ સહિત વિવિધ વિધાનસભાના અધ્યક્ષો, ઉપાધ્યક્ષો, સચિવો ઉપરાંત ઉપ રાષ્ટ્રપતિ અને લોક સભા સ્પીકર ઓમ બિરલા મોડી રાત્રે ટેન્ટ સિટી ખાતે પહોંચ્યાં હતા. મહેમાનોને ખાસ ટ્રાઇબલ ફૂડ ટેન્ટસિટી 2માં બનાવવામાં આવ્યું હતું. શુદ્ધ ગુજરાતી અને આદિવાસી વિસ્તારમાં સૌથી વધુ પ્રખ્યાત ભાણું બનાવવામાં આવ્યું હતું.

આ બાબતે તુષાર પટેલે જણાવ્યું હતું કે કોન્ફરન્સના કાર્યક્રમને લઈ ને રાષ્ટ્રપતિ અને મહેમાનો માટે ખાસ ટ્રાઇબલ મેનુ નક્કી કરી બનાવવામાં આવ્યું હતું. અમે તમામ વાનગી બનાવી છે. જેમાં ખીચું (પાપડીનો લોટ), રવાનો ડ્રાઈફુટ શીરો ઘઉંની રોટલીમાં સરગવાના પાન, મકાઈ ઠેપલા, બાજરી ઠેપ્લા, ગુજરાતી કઢી મસાલા ખિચડી, મેથી રીંગણ નુ શાક, ટામેટા બટાકા, ગોળ , ઘી, , લસણની ચટણી, કેરીનુ અથાણું, દેશી ચણાનો ચાર્ટ આ મેનુની તમામ વાનગીઓ મહેમાનોએ ખુબ મજાથી આરોગ્યું હતું અને જેમાં સૌને મેથી રીંગણનું શાક ખૂબ ગમ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser