તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યાવરણનું જતન:વધુ ઓક્સિજન આપતા વૃક્ષોનું રાજપીપલા સ્ટેશન રોડ પર સાંસદ મનસુખ વસાવાના હસ્તે પ્રત્યારોપણ

રાજપીપલા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્લોબલ વોર્મિંગની અસર વચ્ચે શહેરમાં વધુમાં વધુ વૃક્ષારોપણનો અભિગમ

ગ્લોબલ વોર્મિંગના કારણે દરેક ઋતુઓ એ તેનું સન્તુલન ગુમાવ્યું છે. સાથેજ ઓક્સિજન ની કમીએ માનવજીવન ને પણ અસ્ત વ્યસ્ત કર્યું છે. ત્યારે હવે વધુ વૃક્ષ વાવી ગુજરાતને હરિયાળું બનાવવાની સાથે સાથે વધુ ઓક્સિજન યુક્ત બનવાવાની ગુજરાત સરકાર ની નેમ છે.

ગામની ગૌચર જમીન અને ખુલ્લા પ્લોટો માં તો વૃક્ષારોપણ થાય જ છે પરંતુ શહેરી વિસ્તાર માં પણ રસ્તાઓ મોટા થવાથી વાહનોના પ્રદુષણ ને કારણે ઓક્સિજન ની કમી વર્તાય છે. ત્યારે આવા શહેરી વિસ્તારમાં પણ વૃક્ષારોપણની તાતી જરૂરિયાત છે. એટલે નર્મદા જિલ્લા ના મુખ્ય મથક રાજપીપલા ખાતે રાજપીપલા નગરપાલિકા દવારા શહેર ની મધ્યમાં આવેલ રોડ ડિવાઈડર ની મધ્યમાં ખાસ “કોલો કાર્પસ “નામના છોડવાઓ નું રોપાણ સાંસદ મનસુખ વસાવા ની ઉપસ્થિતિમાં કરવામાં અને તેમના હસ્તે વૃક્ષારોપણ આવ્યું. આ છોડવાઓ ની ખાસિયત એ છે કે તે વધુ પ્રમાણમાં ઊંચા કે પહોળા થતા નથી પરંતુ મધ્યમ કદ ના હોય છે.અને વધુ ઓક્સિજન આપે છે. ત્યારે આ વૃક્ષારોપણ કાર્ય ને અને કાર્યનો વિચાર કરનાર યુવા પ્રમુખ કુલદીપસિંહ ના કાર્ય ને સાંસદ મનસુખ વસાવા એ બિરદાવ્યું હતું.

રાજપીપળા નગરપાલિકા ના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે નગર ની વચ્ચે પણ વાહનોના પ્રદુષણ ને કારણે ઓક્સિજન ની માત્ર માં ઘટાડો થાય છે. ત્યારે ગામ ના વેપારીઓ અને લોકો ને આ વૃક્ષારોપણ થી અનેરો લાભ થશે. અને પ્રદુષણ ઘટશે.

અન્ય સમાચારો પણ છે...