કાર્યક્રમ:નર્મદા જિલ્લાના 84 અધિકારીને ચૂંટણીલક્ષી કામગીરીની તાલીમ

રાજપીપળા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજપીપળાના ડૉ. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે કાર્યક્રમ યોજાયો

નર્મદા જિલ્લામાં આગામી 19 મી ડિસેમ્બરના રોજ યોજાનારી ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર, પેટાચૂંટણી-21અન્વયે મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા ચૂંટણી અધિકારી મદદનીશ ચૂંટણી અધિકારીઓ સહિત કુલ-84 જેટલાં અધિકારીઓને તેમની ફરજના ભાગરૂપે કરાયેલા તબક્કાવાર તાલીમ આયોજન અન્વયે રાજપીપળાના ડૉ. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ચૂંટણીલક્ષી તાલીમ યોજાઇ હતી.

રાજ્ય ચૂંટણી આયોગના અધિકારી અને નાંદોદના પ્રાંત અધિકારી કે.ડી.ભગતે ઉક્ત તાલીમમાં ચૂંટણી નોટીસો જાહેરનામાં પ્રસિધ્ધ કરવા, ઉમેદવારીપત્રો ભરવાં, ઉમેદવારીપત્રો કઇ રીતે ચકાસણી કરવાં ઉપરાંત ઉમેદવાર ઉમેદવારીપત્ર પરત ખેંચે ત્યારે કઇ બાબતો ધ્યાનમાં રાખવી તેમજ ઉમેદવારી પત્રો ચકાસણી કરતી વખતે જે તે ઉમેદવારોના નામની સામે તેમને અપાયેલા ચૂંટણી ચિન્હો બરોબર જ છે તેની પૂરતી કાળજી રાખવા અંગે જરૂરી સૂચના સાથે શ્રી ભગતે માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...