તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેક્ટીકલ નિદર્શન:નર્મદામાં ચૂંટણી કામગીરીમાં નિયુક્ત 70 કર્મીઓને તાલીમ

રાજપીપળા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા થીયરીની સાથોસાથ પ્રેક્ટીકલ નિદર્શન

નર્મદા જિલ્લામાં આગામી 28 મી ફેબ્રુઆરી 21 ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહનાં માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા ચૂંટણી અધિકારી મદદનીશ ચૂંટણી અધિકારી અને ચૂંટણી સાથે સંકળાયેલ અન્ય સ્ટાફ સહિત કુલ-70 જેટલાં અધિકારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમી આયોજન અન્વયે આજે રાજપીપલા આંબેડકર હોલ ખાતે ઇન્ચાર્જ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એચ.કે.વ્યાસની ઉપસ્થિતિમાં તાલીમ યોજાઇ હતી. આ ચૂંટણીમાં મતદાન વખતે મતદારે ફોટો વોટર સ્લીપની સાથોસાથ ચૂંટણીપંચે સૂચવેલ વૈકલ્પિક દસ્તાવેજી પુરાવાઓ પૈકી કોઇ એક પુરાવો પણ હવે રજૂ કરવાનો રહેશે તેની પણ સમજ અપાઇ હતી.

તાલીમ વર્ગમાં સુપરવાઇઝરી કામગીરી બાબતે ચોકસાઇ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે મતદાન મથકના ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓ માટે જુદા જુદા વૈદ્યાનિક ફોર્મની વિગતો ભરવા ઉપરાંત રજીસ્ટરમાં તેની નોંધણી, મોકપોલ, મતદાન પ્રક્રિયા, પૂર્ણ થયા બાદ EVM, VVPAT સીલ કરી તેના ડિસ્પેચીંગ સુધીની તમામ બાબતો અંગે તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પડાયું હતું. આ તાલીમમાં ચૂંટણીના માસ્ટર ટ્રેનર સુરેન્દ્રકુમાર ગામીતે EVM, VVPAT અંગે માર્ગદર્શન આપ્યું હતું.

હેન્ડસ ઓન ચૂંટણીલક્ષી કામગીરીની સમજ
નાંદોદના પ્રાંત અધિકારી કે.ડી.ભગતે તાલીમમાં મતદાનનાં દિવસે કરવાની કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉક્ત તાલીમવર્ગમાં પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ, EVM, VVPAT, રિસીવીંગ-ડિસ્પેચીંગ સહિતની કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી સાથે સમજ અપાઇ હતી. ઉપરાંત તમામને EVM, VVPAT અંગે હેન્ડસ ઓન ચૂંટણીલક્ષી કામગીરીનું માર્ગદર્શન પણ પુરૂ પડાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો