તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:વેપારીઓ જો કોરોના ટેસ્ટ નહિ કરાવે તો ધંધો નહિ કરવા દેવાય

રાજપીપલા15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ધમકીભર્યા વાક્યનો વેપારીઓએ વિરોધ નોંધાવ્યો

નર્મદામાં કોરોનાના કેશો વધી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ કોરોના ના કેશોને રોકવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યા છે. લોક જાગૃતિ માટે એક ઓડિયો કલીપ વાયરલ કરી અને રીક્ષા ફેરવી એનાઉન્સ કરી RTPCR ટેસ્ટ કરાવવા 45 વર્ષના લોકોએ રસી મુકાવવાની વાત પણ કરવામાં આવી. ે આરોગ્ય વિભાગ હાલ જે કામગીરી કરી રહી છે જે સરાહનીય છે. એમ કોઈ બે માટે નથી પરંતુ એક ઓડિયો કલીપે રાજપીપલા શહેરમાં વિવાદ છેડ્યો હતો.

જેનાથી વેપારીઓ રોષે ભરાયા હતા. આરોગ્ય વિભાગે બનાવેલ ઓડિયો કલીપમાં જાહેરાત માં ધમકી ભર્યા વાક્યો હતા કે વેપારીઓ જો RTPCR ટેસ્ટ નહીં કરાવે અને 45 વર્ષ થી વધુ ઉંમરના રસી નહિ મુકાવે તો તેમને ધંધો કરવા દેવામાં આવશે નહિ. આ જાહેરાતથી વેપારીઓમાં રોષ વધ્યો આરોગ્ય વિભાગમાં રજૂઆત કરી તો તેમને પણ ભૂલ જણાઈ આ બાબતે EMO ડો.આર.એસ.કશ્યપે જણાવ્યું હતું કે આ બાબત ધ્યાને આવતા તરત નવી ઓડિયો કલીપ બનાવી સેન્ડ કરવામાં આવી છે. કોઈ ફરજીયાત નથી. કોઈ ધંધો બંધ કરાવે નહિ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો