તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રકૃતિના ખોળે:ડેડીયાપડાનો નિનાઈ ધોધ જોવા પ્રવાસીઓ ઉમટ્યાં

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીનો કેહર ઓછો થતા જ નર્મદા જિલ્લામાં પ્રવાસીઓનો ધસારો એકાએક વધ્યો

ચોમાસા ની શરૂઆત માં જ નર્મદા જિલ્લો કુદરતી સૌંદર્ય થી ભરપૂર ખીલી ઉઠે છે. ત્યારે પ્રથમ વરસાદ જિલ્લામાં 6 થી 8 ઇંચ સરેરાશ થયો જેમાં નદી નાળામાં નવા નીરનો વધારો થયો જેમાં ડેડીયાપડા નો નિનાઈ ધોધ પ્રવાસીઓ માટેનું આકર્ષણ બન્યું છે. શનિ રવિ સહિત ના દિવસો માં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

નર્મદા જિલ્લો કુદરત ના ખોળે વસેલ નર્મદા જિલો એ 43 ટકા વન વિસ્તાર ધરાવે છે ને હાલ ચોમાચું ની ઋતુ ના પગલે નિનાઈ ધોધ જે 70 મીટરે થી પડી રહ્યો છે. આ ધોધ ને નિહાળવા માટે દેશ ભર માંથી પ્રવાસીઓ ઉમિટી રહ્યા છે ડેડીયપાડા ની સગાઈ રેન્જ માં આવેલ આ જગલ વિસ્તાર નો ધોધ ને નિહાળવા માટે લોકો મોટી સંખ્યા માં ઉમટી રહ્યા છે નિનાઈ ધોધ ની બાજુ માં માલ સમોટ જે ઉંચી ટેકરી ઉપર આવેલ છે તે સ્થળ હવા ખાવા ના સ્થળ માટે પ્રસિદ્ધ બન્યું છે

હાલ કોરોના મહામારી ના પગલે આ વિસ્તાર ના પ્રવાસન સ્થળો ની વન વિભાગે ઓનલાઈન રજિસ્ટ્રેન કરી દીધું છે જેથી કરી ને લિમિટેડ જ પ્રવાસી ઓ આવી શકે ને સરકાર ની ગાઈડ લાઇન નું પાલન થઈ શકે જોકે કોરોના મહામારી થી ત્રસ્ત લોકો હાલ મહામારી ધટતા જ મોટી માત્ર માં પ્રવાસી ઓ કુદરતી નજારો નિહાળવા માટે નર્મદા જિલ્લા માં ઉમટી રહ્યા છે. આ બાબતે રાજપીપલા રેન્જના DFO નીરજ કુમારે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં કુદરતી સૌંદર્ય ભરપૂર છે. જિલ્લામાં વન વિસ્તાર વધુ છે.

હાલ ચોમાસાને લઇને જિલ્લાનું સૌઉથી વધુ આકર્ષણ નિનાઈ ધોધ હાલ પ્રવાસીઓ માટે આકર્ષણ બન્યો છે. અહીંયા વન વિભાગ દ્વારા આવનાર પ્રવાસીઓ ને ઓનલાઇન બુકિંગ થી લઇ ને તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. પ્રવાસીઓની સેવામાં વન વિભાગ નિનાઈ ધોધ સગાઈ રેન્જ ખાતે કર્મચારીઓ અને વન સમિતિના લોકો તૈયાર છે.

અન્ય સમાચારો પણ છે...