નિર્ણય:આજે દેવદિવાળીને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે

રાજપીપલા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને લઈને ભાદરવા દેવનો લોક મેળો આ વર્ષે નહિ યોજવા તંત્રએ હુકમ કર્યો
  • સામાન્ય સંજોગોમાં સોમવારે મેન્ટેનન્સ માટે SOU બંધ રાખવામાં આવે છે

કોરોના કાળ દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું મુકાયા બાદ 2500 જેટલા પ્રવાસીઓની લિમિટ કરી છે ત્યારે સરકાર દ્વારા મેન્ટેનન્સ ની રજા કેન્સલ કરી સોમવારે ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલે સોમવારે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ખુલ્લું રાખવામાં આવ્યું છે. જોકે સોમવાર ની રજા મંગળવારે બંધ રાખવામાં આવ્યું છે. જેથી આજે ચાલુ રહેશે અને પ્રવાસીઓએ પણ બુકિંગ ઓનલાઇન કર્યું છે.

જ્યારે બીજી બાજુ નર્મદા જીલ્લાનો સૌથી મોટો ભાતીગળ લોક મેળો ગણાતો ભાદરવા દેવના મેળામાં મ્હાલવા અને ભાથીજી દાદા નું મંદિર આસ્થાનું કેન્દ્ર છે ત્યારે અહીંયા હજારો ભક્તો દર્શન કરવામાટે આવે છે, કાર્તિકી પૂનમે યોજાતા મેળામાં ત્રણ રાજ્યો માંથી 4 લાખ ભક્તો આવે છે. અને બે દિવસ મેળો જામે છે 700 થી વધુ કાગળ કામળીના ઘોડા પર સવાર ભાથુજીદાદાના વેશમાં પુરુષો નારીના વેશમાં પગપાળા ચાલતા ભાથીજી દાદાના ધામમાં આવે છે.

આવા આસ્થાના પ્રતીક મેળો પહેલી વાર નહિ ભરવા જિલ્લા કલેક્ટરની સૂચનાથી મામલતદાર તિલકવાડા એ હુકમ કર્યો છે, મંદિર દર્શન માટે ખુલ્લું રાખવું કે નહિ હાલ તંત્ર દ્વારા જણાવાયું નથી પણ ભક્તોને દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે. દિવાળીના તહેવાર બાદ કરોના ના વધતા સંક્રમણને લઇ ને લેવાયો નિર્ણય લેવાયો છે. તિલકવાડા મામલતદાર દ્વારા મેળો નહિ યોજવા સંચાલકોને સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...