નિર્ણય:તિલકવાડાનો ભાદરવા દેવનો મેળો આ વર્ષે પણ નહીં યોજાય

રાજપીપળા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારતક સુદ 14 અને પુનમના દિવસે માત્ર દર્શન માટે મંદિર ખુલ્લુ રહેશે

તિલકવાડા તાલુકાના ભાદરવા ગામે ભાથીજી મહારાજનું પોરાણિક મંદિરઆ આવેલું છે ભાથીજી મહારાજમાં આદિવાસી સમાજથી લઈને અન્ય સમાજના ભારે શ્રદ્ધા છે જે દર વર્ષે કારતક સુદ ચૌદસ અને કારતક સુદ પૂનમના દિવસે અહીંયા મેળો ભરાતો હોય છે ત્યારે બે દિવસ 18 અને 19 નવેમ્બર દરમિયાન મેળો બે દિવસ દરમિયાન મંદિર ખુલ્લુ રાખવાનો નિર્ણય ભાદરવા ભાથીજી દેવ મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરાયો છે. ઉપરાંત જણાવવામાં આવ્યું છે કે દરેક શ્રદ્ધાળુઓએ કોરોના નિયમોનું પાલન સાથે સોશિયલ લિસ્ટ અને માસ્ક પહેરીને આવવું ફરજિયાત રાખવામાં આવ્યું છે.

ભાદરવા દેવ તરીકે ઓળખાતા ભાથીજી મહારાજના મંદિરે દર વર્ષે કારતક સુદ ચૌદસ અને પુનમના દિવસ દેવ દિવાળી સુધી મેળો ભરાય છે ત્યારે ગુજરાત મહારાષ્ટ્ર હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો પગપાળા સંઘો લઈને આવતા હોય છે. કાપડ કાગળ અને વાસ બાંધી બનાવેલા ઘોડા ઉપર સવાર થઈને તબડાક એક પ્રકારનું ડ્રમ તેઓ પગપાળા નૃત્ય કરતા આવતા હોય છે. ત્યારે વર્ષો બાદ ગત વર્ષે કોરોના ના કારણે મેળો રદ રહ્યો હતો.ત્યારે આ વર્ષે પણ મેળો નહિ થાય પણ પોતાની માનતા પુરી કરવા આવનારા શ્રદ્ધાળુઓ તેમજ દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુઓ માટે આ વખતે મંદિર બે દિવસ ખુલ્લી રહેશે પરંતુ દરેકને નિયમો અચૂક પાડવાનું ભાદરવા દેવ મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...