આંદોલન:પડતર માંગણી મૂદ્દે રજૂઆત કરતા વન શ્રમયોગીઓ આંદોલનના માર્ગે

રાજપીપળા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 વર્ષમાં 125 વખત રજૂઆત છતાં પરિણામ શૂન્ય, 1 ડિસેમ્બરથી આંદોલનના મંડાણ કરશે

નર્મદા જિલ્લા રોજમદારો અને ગુજરાત રાજ્ય વન શ્રમયોગી સંઘ દ્વારા ગાંધીનગરમાં વન મંત્રી થી લઈને મુખ્ય મંત્રી, રાજ્યપાલ અને વધપ્રધાન સુધી છેલ્લા 4 વર્ષથી અંદાજે 125 વખત લેખિત રજૂઆત કરવા છતાં હજુ સુધીમાં ઉકેલ લાવ્યા નહિ એટલે તહેતરમાં નવા મુખ્ય મંત્રી અને નવા વન મંત્રી સાથે નાણાં મંત્રી સહીત આખી સરકાર નવી છે ત્યારે આ સરકારને રાજ્યના વન શ્રમયોગી કર્મચારી ની માંગોને સ્વીકારવા નહી આવે તો આગામી 1લી, ડિસેમ્બરથી ગાંધીચિધ્યા માર્ગે આંદોલનની ચીમકી વનશ્રમયોગીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. આથી પડતર પ્રશ્નોના ગુજરાત વન શ્રમયોગી સંઘના પ્રમુખે ઉચ્ચારી છે.

ત્યારે આ બાબતને લઈને ઉકેલ માટે વનશ્રમયોગીઓ લડી લેવાના મૂડમાં હોય તેમ 31 નવેમ્બર સુધીમાં સરકાર તરફથી કેવોપ્રતિસાદ મળે છે તે હવે જોવાનું રહેશે. રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગમાં ફરજ બજાવતા વન કાચોગીઓને 1985ના કરાવ મુજબ રોજમદારની કેટેગરી મુજબના લાભો આપવામાં આવ્યો નથી. ઉપરાંત અન્ય વિભાગોની જેમ રોજમદારોનું મહેકમ બનાવીને વર્ગ-4ના કમચારી તરીકે સમાવેશ નહી કરીને અન્યાય કર્યો છે.

રાજ્ય સરકાર દ્વારા અન્ય વિવિધ વિભાગના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયો છે. વન શ્રમયોગીઓને સાતમા પગારપંચના લાભથી ચિત રાખવામાં આવ્યા છે. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા બીટ ગાર્ડની ભરતી કરવામાં જો રોજમદારોમાંથી પસંદગી કરાય તો વન શ્રમયોગીઓને ન્યાય મળે તેવી માંગણી કરી છે. હવે જો આ માંગો નહિ સ્વીકારાય તો વન શ્રમયોગીઓ લડી લેવાના મૂડમાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...