નિર્ણય:સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે થ્રી-ફોર સ્ટાર હોટલો બનાવાશે, 99 વર્ષના પટ્ટા-કરારથી જમીન અપાશે; નર્મદા નિગમે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરી

રાજપીપળા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક અનેક પ્રોજેક્ટ નિર્માણાધિન છે. જેમ પ્રોજેક્ટ બનતા જાય છે તેમ લોકાર્પણ થતું રહે છે. હવે પ્રવાસીઓને આકર્ષવા માટે અહીં થ્રિ સ્ટાર અને ફોર સ્ટાર આમ બે હોટલ બનાવવા માટે નર્મદા નિગમે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે વિદેશીને શ્રીમંત લોકો મોટી સંખ્યામાં પ્રવાસન નો લાભ લે તેવા પ્રયાસો આદરી દેવાયા છે.

નર્મદા નિગમે બનશે થ્રિ સ્ટાર હોટલ એક કે બે એકર માં બનશે તો ફોર સ્ટાર 2 કે 3 એકર જમીનમાં બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે. આમ કેવડિયામાં બે વૈભવી હોટલો બનાવવા માટે તંત્ર દ્વારા આ જમીન 99 વર્ષના ભાડા પટ્ટે આપવામાં આવનાર હોવાનું પણ જાણવા મળેલ છે. કેવડિયા વિસ્તારમાં હાલ નવા અનેક પ્રોજેક્ટ હાલ બની રહ્યા છે. તો દિન પ્રતિદિન પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. આ વિસ્તાર વૈભવી હોટલ બનાવવા માટે તૈયારી કરી છે.

અન્ય સમાચારો પણ છે...