તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ડેડિયાપાડાના ધારાસભ્યની કલેકટર કચેરી ખાતે ધરણાં કરવાની ચીમકી

રાજપીપલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવાઝોડાની નુકશાનીની સહાય મુદ્દે અવગણના કરાતા MLA રોષે ભરાયા

ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવાએ તાજેતરમાં જિલ્લા મથકે કલેકટર કચેરી ખાતે અનિશ્ચિત ધરણા પર બેસવાની ચીમકી આપતો કલેકટર નર્મદા ને લેખિત પત્ર પાઠવતા જિલ્લામાં રાજકારણ ગરમાયુ છે. જેમની માંગ છે કે તાઉ’તે વાવાઝોડા નુકશાનીની સહાય,સાગબારાને એબ્યુલન્સની સુવિધા, આરોગ્ય કેન્દ્ર ખાતે ઓકિસજનપલાન્ટની સુવિધા જેવા પ્રશ્નોની રજૂઆત છતાં સરકાર દ્વારા અવગણના કરાતા ધારાસભ્ય રોષે ભરાયા છે. જોકે ધારાસભ્ય ના ઉપવાસ આંદોલન ને લઈને તંત્ર પણ ચિંતિત બન્યું છે.

ધારાસભ્ય એ જિલ્લા કલેક્ટરને લખેલ પત્રમાં જણાવ્યું છે કે આપણો દેશ લોકશાહી દેશ છે.લોકશાહી ઢબે લોકો દ્વારા ચુંટાયેલા લોક-પ્રતિનીધીઓ દ્વારા સંવૈધાનિક અધિકારોના રૂએ સરકારની ગાઈડ લાઈનને ધ્યાને રાખી લોકોની રજુઆતો પ્રશાસન અને સરકાર સુધી પહોચાડવામાં આવે છે.

જેનો પ્રશાસન અને સરકારી અધિકારીઓ દ્વારા અવગણના કરવામાં આવે છે. ત્યારે લોકોનીરજુઆતોને વાચા અને ન્યાય અપાવવા માટે અમારે ધારાસભ્ય તરીકે ધરણા પર બેસવું પડે એ એક ગંભીર બાબત છે. મારા મત વિસ્તાર અને જિલ્લાના અનેક લોકોની સામાજીક, શૈક્ષણિક, આરોગ્ય,સિંચાઈ અને કૃષી ને લગતી અનેક રજુઆતોને જીલ્લાના વડા તરીકે આપને અને સરકાર સુધી પહોચાડી છે. પરંતુ આજ સુધી અમારી રજુઆતોનો નિકાલ નહીં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...