તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકીય પ્રવૃતિ:નિ:સ્વાર્થ ભાવે કોરોનાના દર્દીઓની સેવા કરતા રાજપીપળાના યુવાનો

રાજપીપળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાનો કહે છે, અમારી સારવારથી દર્દીઓ સાજા થતા હોય તો અમને સંક્રમણ મંજૂર છે

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 3 યુવાનો કોરોના દર્દીઓની નિઃસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યાં છે. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ભાજપે દર્દીઓના સગા સબંધીઓ માટે 2 ટાઈમ ભોજનની પણ વ્યવસ્થાઓ કરી છે. આ જ સેવા કાર્યમાં લાગેલા ભાજપના પ્રેમ વસાવા, કરણ સોલંકી અને હિતેશ સોલંકી સતત 20 દિવસથી કોરોના દર્દીઓની નિઃસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યાં છે. આ ત્રણેવ યુવાનો સવારે 10 વાગે એટલે રાજપીપળા કોવિડ હોસ્પિટલ પર હાજર થઈ પ્રથમ દર્દીઓના સબંધીઓના વિવિધ પ્રશ્નો હલ કરે છે.

કોવિડ વોર્ડમાં કોરોના સંક્રમણનો ખતરો હોવા છતાં જીવના જોખમે એ યુવાનો કોરોના દર્દીઓને સવારનો નાસ્તો અને 2 ટાઈમ ભોજન આપવા જાય છે. શારીરિક અસ્વસ્થ દર્દીઓને તો તેઓ પોતાના હાથે જમાડે પણ છે.સેવામાં લાગેલા યુવાનો પૈકી પ્રેમ વસાવા જણાવે છે કે અમારા ત્રણ યુવાનોના ભોગે જો હોસ્પિટલમાં રહેલા દર્દીઓ સાજા થતા હોય તો અમને કોરોના સંક્રમણ પણ મંજુર છે. દર્દીઓના મોઢેથી અમારા માટે જે આશીર્વાદ નીકળે એ જ અમને કોરોનાથી સુરક્ષિત રાખે છે અને અમારું મનોબળ મજબૂત કરે છે.

અન્ય સમાચારો પણ છે...