કોરોનાનો કહેર:સિકલસેલની સારવાર લેવા જતાં યુવકને કોરોના પોઝિટિવ નીકળ્યો

રાજપીપળા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાગબારાના પાંજરીઘાટનો યુવક પોઝિટિવ આવતાં સારવાર હેઠળ

 નર્મદા જિલ્લામાં વધુ એક પોઝિટીવ કેસ નોંધાતા જિલ્લામાં પોઝિટીવ કેસની સંખ્યા 94 પર પહોંચી છે. સાગબારા ના પાંજરી ઘાટના 33 વર્ષીય યુવાન નરેશ વસાવા સિકલસેલ એનિમિયાની સારવાર લેવા રાજપીપલા સિવિલ હોસ્પિટલ માં આવ્યો હોય જેમાં કરોના ના લક્ષણ દેખાતા જેના સેમ્પલ લઇ ને ચકાસણી માટે મોકલતા મોડી રાત્રે 11 કલાકે આ નરેશ વસાવા નો રિપોર્ટ પોઝિટિવ નીકળ્યો છે. જેને સારવાર માટે રાજપીપલા કોવીડ હોસ્પિટલ માં રાખવામાં આવ્યો છે ગઈ કાલે આવેલ પોઝિટિવ કેશ આરોગ્ય વિભાગે બીજે દિવસે જાહેર કરતા જિલ્લા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 94 પર પહોંચી છે.

જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 94 પર પહોંચી
જયારે બીજી બાજુ રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળના દરદીઓ પૈકી 11 દરદીઓ સાજા થતાં આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ, જિલ્લામાં આજદિન સુધી કોરોના વાયરસના સાજા થયેલા કુલ- 79 દરદીઓને રજા અપાતા આજની સ્થિતિએ રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે હવે કુલ 15 દરદીઓ સારવાર હેઠળ છે. ગઈકાલ શુક્રવારના 62 અને શનિવારના 29 મળી કુલ 91 કેશો પેન્ડીંગ હતા તે સમગ્ર સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવતા શનિવારે કોઈ કેશ નોંધાયો નથી.

અન્ય સમાચારો પણ છે...